Valentine’s day પર કોંગ્રેસે ભાજપ માટે કર્યું કંઈક ખાસ, જોવા અને વાંચવા જેવી Tweets

વેલેન્ટાઈન્સ ડે એટલે તમારા પ્રેમનો એકરાર કરવાનો દિવસ. લોકો પોતાના મિત્રો, પ્રેમી કે માતા-પિતાને આજના દિવસે પોતાની લાગણીઓ વ્યક્ત કરે. પરંતુ શું એમ માનવામાં આવે કોંગ્રેસ અને ભાજપ પણ આ દિવસે એકબીજા માટે પ્રેમની લાગણી વ્યક્ત કરે! વેલેન્ટાઈન્સ ડેનો રંગ હવે રાજકીય પાર્ટીઓ પર પણ લાગે કે બરાબરનો ચઢી ગયો છે. દેશની મોટી રાજકીય પાર્ટી […]

Valentines day પર કોંગ્રેસે ભાજપ માટે કર્યું કંઈક ખાસ, જોવા અને વાંચવા જેવી Tweets
| Updated on: Feb 14, 2019 | 11:33 AM

વેલેન્ટાઈન્સ ડે એટલે તમારા પ્રેમનો એકરાર કરવાનો દિવસ. લોકો પોતાના મિત્રો, પ્રેમી કે માતા-પિતાને આજના દિવસે પોતાની લાગણીઓ વ્યક્ત કરે. પરંતુ શું એમ માનવામાં આવે કોંગ્રેસ અને ભાજપ પણ આ દિવસે એકબીજા માટે પ્રેમની લાગણી વ્યક્ત કરે!

વેલેન્ટાઈન્સ ડેનો રંગ હવે રાજકીય પાર્ટીઓ પર પણ લાગે કે બરાબરનો ચઢી ગયો છે. દેશની મોટી રાજકીય પાર્ટી કોંગ્રેસે સત્તામાં બેઠેલા ભાજપને આજે અનોખી રીતે વેલેન્ટાઈન્સ ડે વિશ કર્યું છે.

કોંગ્રેસે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ભાજપના નેતાઓની તસવીરો ટ્વિટ કરી છે. અને દરેક ફોટો સાથે એક ખાસ મેસેજ લખવામાં આવ્યું છે. અને આ તમામ ટ્વિટ્સ સાથે #LoveNotHate જરૂરથી લખાયું છે.

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાર્યભાર સંભાળ્યો ત્યારબાદ ઘણાં સ્થળોના નામ બદલ્યા છે. ત્યારે યોગી આદિત્યનાથને વેલેન્ટાઈન ડે વિશ કરતા કોંગ્રેસે લખ્યું છે, ‘આજ સે તુમ્હારા નામ મેરી હૈ’. તો સાથે જ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની તસવીર ટ્વિટ કરતા લખ્યું છે, ‘મેં તુલસી યેલે કે ગાર્ડન કી’.

તો કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ માટે પણ ટ્વિટ કરવામાં આવી છે. તેમનો ફોટો ટ્વિટ કરતા કોંગ્રેસે લખ્યું છે, ‘ધ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ: ચલ છૈયા છૈયાx2.’ તો રક્ષામંત્રી નિર્મલા સીતારમણની તસવીરો સાથે ટ્વિટ કરી લખવામાં આવ્યું છે, ‘ધ સાયલન્સર: યૂ સે ઈટ બેસ્ટ, વેન યૂ સે નથિંગ એટ ઑલ’.’

હવે જ્યાં ભાજપના નેતાઓ વિશે ટ્વિટ થતી હોય તો ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના નામ તેમાંથી કેવી રીતે બાકાત રહી શકે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે, ટ્વિટ કરી લખાયું, ‘ધ એક્સિડેન્ટલ ચોકીદાર: ચોરી ચોરી, ચૂપકે ચૂપકે’. તો અમિત શાહ માટે લખાયું, ‘ધ પ્લેયર: નાયક નહીં, ખલનાયક હૂં મેં’.

https://twitter.com/INCIndia/status/1095953365073256448

ભાઈ, આ બંને રાજકીય પક્ષો એકબીજા પર કટાક્ષ મારવાનો એક પણ મોકો જતો નથી કરતા એ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ. પરંતુ વેલેન્ટાઈન્સ ડેને જ્યાં પ્રેમનો દિવસ માનવામાં આવે છે ત્યારે આ દિવસે કોંગ્રેસ આટલી મહેનત કરીને ભાજપના નેતાઓના ફોટોના કેરિકેચર બનાવી આવી રીતે ખાસ સંદેશ આપશે તે તો કોઈએ વિચાર્યું નહીં હોય.

[yop_poll id=1414]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]