વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકોની પેટાચૂંટણીનું જાહેરનામુ જુલાઈના અંત સુધીમાં બહાર પડાશે, કોરોનાને લઈને મતદાન મથકોની સંખ્યા બમણી કરાશે.

|

Jun 30, 2020 | 8:14 AM

રાજ્યસભાની ચૂંટણી પૂર્વે આઠ ધારાસભ્યોએ આપેલા રાજીનામાને કારણે ખાલી પડેલી બેઠકની પેટાચૂંટણી માટેનુ જાહેરનામુ જુલાઈના અંત સુધીમાં બહાર પડશે. કેન્દ્રીય ચૂંટણી પંચ, ગુજરાતના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક પાસેથી જરૂરી વિગતો લઈને, આઠ બેઠકો માટેની પેટા ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ ઘડી કાઢશે. ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની પેટાચૂંટણી આગામી 15 સપ્ટેમ્બર પૂર્વે સંપન્ન કરી દેવાશે.જે […]

વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકોની પેટાચૂંટણીનું જાહેરનામુ જુલાઈના અંત સુધીમાં બહાર પડાશે, કોરોનાને લઈને મતદાન મથકોની સંખ્યા બમણી કરાશે.

Follow us on

રાજ્યસભાની ચૂંટણી પૂર્વે આઠ ધારાસભ્યોએ આપેલા રાજીનામાને કારણે ખાલી પડેલી બેઠકની પેટાચૂંટણી માટેનુ જાહેરનામુ જુલાઈના અંત સુધીમાં બહાર પડશે. કેન્દ્રીય ચૂંટણી પંચ, ગુજરાતના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક પાસેથી જરૂરી વિગતો લઈને, આઠ બેઠકો માટેની પેટા ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ ઘડી કાઢશે. ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની પેટાચૂંટણી આગામી 15 સપ્ટેમ્બર પૂર્વે સંપન્ન કરી દેવાશે.જે બેઠકોની પેટાચૂંટણી થવાની છે તેમાં, મોરબી, ધારી, ગઢડા, લિંમડી, કરજણ, ડાંગ, અબડાસા, અને કપરાડા બેઠકનો સમાવેશ થાય છે. કોરોના વાયરસનું સંક્રમણનો ભય હજુ પણ રહેલો છે તે સંજોગોમાં મતદાન કરવા આવનારા મતદારોમાં સોશ્યલ ડીસ્ટન્સનું પાલન થાય તે માટે આ આઠ મતવિસ્તારોમાં મતદાન મથકોની સંખ્યા લગભગ બમણી કરી દેવાશે. જુઓ વિડીયો.

Next Article