ગુજરાત ભાજપ સંગઠન સંરચના મામલે સર્જાઈ મડાગાંઠ, નામોને લઈ કોકડું ગુંચવાયું

જાન્યુઆરી મહિનામાં રાજ્ય ચૂંટણી પંચ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડી શકે છે. ભાજપે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોકે અમદાવાદ અને ગાંધીનગર જે સૌથી મહત્વની મહાનગરપાલિકાઓ માની એક છે. ત્યાં ભાજપ હજુ સંગઠનનું નવું માળખું જાહેર કરી શક્યું નથી. ભાજપ માટે AMC તેમજ ગાંધીનગર જિલ્લા પંચાયતની ચૂંટણી પડકાર […]

ગુજરાત ભાજપ સંગઠન સંરચના મામલે સર્જાઈ મડાગાંઠ, નામોને લઈ કોકડું ગુંચવાયું
BJP
| Updated on: Dec 17, 2020 | 6:45 PM

જાન્યુઆરી મહિનામાં રાજ્ય ચૂંટણી પંચ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડી શકે છે. ભાજપે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોકે અમદાવાદ અને ગાંધીનગર જે સૌથી મહત્વની મહાનગરપાલિકાઓ માની એક છે. ત્યાં ભાજપ હજુ સંગઠનનું નવું માળખું જાહેર કરી શક્યું નથી. ભાજપ માટે AMC તેમજ ગાંધીનગર જિલ્લા પંચાયતની ચૂંટણી પડકાર જનક રહેશે. આ બન્ને જગ્યા પર ભાજપ હજુ સુધી તેમનું સંગઠન જાહેર કરી શક્યું નથી, ત્યારે ચૂંટણીનું સુકાન કોને સોંપવું એ એક મુંઝવણનો વિષય છે. આ બંને વિસ્તાર પર સીધી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની નજર રહે છે, ત્યારે વર્તમાન સંગઠન સાથે જ ચૂંટણીના મેદાનમાં આગળ વધવાનું ભાજપે નક્કી કર્યું છે.

આ પણ વાંચો: રાજકોટ: રસીકરણ માટે તૈયારીઓ પૂરજોશમાં, આરોગ્ય વિભાગ તૈયાર કરી રહ્યું છે ડેટા