લવ જેહાદના મુદ્દે નિતીન પટેલનું નિવેદન, જ્યા સુધી ભગવો લહેરાય છે, ત્યા સુધી ભારતીય સંસ્કૃતિ સલામત

|

Jan 15, 2021 | 1:53 PM

લવ જેહાદના મુદ્દે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે (NITIN PATEL) ચોકાવનારુ નિવેદન કરતા કહ્યું છે કે, શા માટે લવ જેહાદ જેવા કાયદાઓ લાવવા પડે છે ? જ્યા સુધી ભગવો લહેરાય છે ત્યા સુધી ભારતીય સંસ્કૃતિ સલામત છે.

લવ જેહાદના મુદ્દે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે (NITIN PATEL) ચોકાવનારુ નિવેદન કરતા કહ્યું છે કે, ઉતર પ્રદેશ અને મધ્યપ્રદેશે બનાવેલ લવ જેહાદ અંગેના કાયદાનો ગુજરાત અભ્યાસ કરશે અને જરૂર પડ્યે લવ જેહાદ સામે કાયદો બનાવાશે. જો કે તેમણે એમ પણ કહ્યું કે શા માટે લવ જેહાદ જેવા કાયદાઓ લાવવા પડે છે ? કેમ આપણા દિકરા અને દિકરીઓ વિધર્મી સાથે જાય છે. જ્યા સુધી ભગવો લહેરાય છે ત્યા સુધી ભારતીય સંસ્કૃતિ સલામત છે. ભારત ત્યારે જ સુરક્ષિત બનશે જ્યારે ધર્મ સુરક્ષિત હશે.

વિશ્વ હિંદુ પરિષદ ખાતે રામમંદિર માટે ફાળો એકત્ર કરવાના આજથી શરૂ થયેલા અભિયાન અંતર્ગત નાબય મુખ્યપ્રધાન નિતીન પટેલે કહ્યું કે, લવ જેહાજ જેવો કાયદો ગુજરાતમાં બનાવવા અવારનવાર રજૂઆત કરાઈ છે. જે લોકો બીજા ધર્મની દીકરીઓ સાથે અણછાજતો વ્યવહાર કરે છે એના કારણે ઉશ્કેરાટની પરિસ્થિતિ થાય છે. મધ્યપ્રદેશ અને ઉતરપ્રદેશ સરકારે લવ જેહાદ માટે કાયદો ઘડ્યો છે. આ કાયદાનો અભ્યાસ કરીને જરૂર પડયે ગુજરાતમાં નવો કાયદો ઘડવામાં આવશે

 

Next Video