આરોગ્ય પ્રધાન તરીકે નિમિષા સુથારે, આદિજાતિ વિકાસ પ્રધાન તરીકે નરેશ પટેલે અને સહકાર પ્રધાન તરીકે જગદીશ પંચાલે ચાર્જ સંભાળ્યો

|

Sep 18, 2021 | 3:32 PM

ગુજરાત સરકારના નવા મંત્રીઓ આજે ચાર્જ સંભાળવા લાગ્યા છે. જેમાં નિમિષા સુથારે રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન તરીકે ચાર્જ સંભાળી લીધો છે.ચાર્જ સંભાળ્યા બાદ નિમિષા સુથારે કહ્યું કે, કામ કરવું એ અમારી પ્રાથમિકતા છે. આરોગ્ય પ્રધાન તરીકે તેમણે તબીબી વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રજાના પ્રશ્નોને હલ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી. રાજ્યના આદિજાતિ વિકાસ પ્રધાન નરેશ પટેલે આજે પદભાર સંભાળી […]

ગુજરાત સરકારના નવા મંત્રીઓ આજે ચાર્જ સંભાળવા લાગ્યા છે. જેમાં નિમિષા સુથારે રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન તરીકે ચાર્જ સંભાળી લીધો છે.ચાર્જ સંભાળ્યા બાદ નિમિષા સુથારે કહ્યું કે, કામ કરવું એ અમારી પ્રાથમિકતા છે. આરોગ્ય પ્રધાન તરીકે તેમણે તબીબી વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રજાના પ્રશ્નોને હલ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી.

રાજ્યના આદિજાતિ વિકાસ પ્રધાન નરેશ પટેલે આજે પદભાર સંભાળી લીધો છે. ચાર્જ સંભાળ્યા બાદ તેમણે સંગઠન, સરકાર અને પ્રજાને વિશ્વાસમાં લઈને કામ કરવાનો દાવો કર્યો છે.. નરેશ પટેલે કહ્યું કે- પીએમ મોદીએ શરૂ કરેલી વિકાસની ગતિમાં કોઈ રૂકાવટ નહીં આવે. આદિજાતિ વિકાસની ભલે જવાબદારી મળી હોય પરંતુ તમામ સમાજને સાથે લઈને ચાલીશ. તેમણે દાવો કર્યો કે તેઓ બધા જ સમાજને ન્યાય આપવાની તેમની પ્રાથમિકતા રહેશે. તેમના તરફથી કોઈને અન્યાય ન થાય તેવી પ્રભુ શક્તિ આપે તેવી તેમણે કામના કરી.

સહકાર અને કુટીર ઉદ્યોગ પ્રધાન જગદીશ પંચાલે ચાર્જ સંભાળ્યો. કાર્યભાર સંભાળતાની સાથે જ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી. બેઠકમાં વિભાગની વિવિધ કામગીરી અને યોજનાઓ વિશે માહિતી મેળવી હતી.

ગુજરાતના ગૃહરાજ્યમંત્રી તરીકે સુરતના મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ કાર્યભાર સંભાળી લીધો છે. હર્ષ સંઘવી વર્તમાન સરકારમાં સૌથી નાની વયના મંત્રી તો છે જ, સાથે સાથે તેમણે ગુજરાત ભાજપના ઈતિહાસમાં પણ સૌથી નાની વયના ગૃહ રાજ્યમંત્રી બનવાનો પણ રેકોર્ડ કર્યો છે. અગાઉ વર્ષ 2002માં અમિત શાહે સૌથી નાની 37 વર્ષની વયે આ પદ મેળવ્યું હતું.

Next Video