ચૂંટણીના એગ્ઝિટ પોલ બાદ સોશિયલ મીડિયામાં ફરતો આ ફોટો વિવેક ઑબેરોયે TWEET કર્યો અને વિવાદમાં ફંસાઈ ગયો

|

May 20, 2019 | 1:26 PM

19મેના રોજ લોકસભાની ચૂંટણીનું અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ વિવિધ એજન્સી દ્વારા જુદી-જુદી ન્યૂઝ ચેનલો પર એક્ઝિટ પોલ રજૂ કરવામાં આવ્યા અને રાજનિતીક પાર્ટીઓમાંં હલચલ મચી ગઇ છે. ત્યારે ઉત્સાહના માહોલમાં અભિનેતા વિવેક ઑબેરોયે ટ્વિટર પર એક ફોટો શેર કર્યો અને તેના કારણે બોલીવૂડમાં પણ હલચલ મચી ગઇ છે. એગ્ઝિટ પોલના નામે ટ્વિટર પર […]

ચૂંટણીના એગ્ઝિટ પોલ બાદ સોશિયલ મીડિયામાં ફરતો આ ફોટો વિવેક ઑબેરોયે TWEET કર્યો અને વિવાદમાં ફંસાઈ ગયો

Follow us on

19મેના રોજ લોકસભાની ચૂંટણીનું અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ વિવિધ એજન્સી દ્વારા જુદી-જુદી ન્યૂઝ ચેનલો પર એક્ઝિટ પોલ રજૂ કરવામાં આવ્યા અને રાજનિતીક પાર્ટીઓમાંં હલચલ મચી ગઇ છે.

ત્યારે ઉત્સાહના માહોલમાં અભિનેતા વિવેક ઑબેરોયે ટ્વિટર પર એક ફોટો શેર કર્યો અને તેના કારણે બોલીવૂડમાં પણ હલચલ મચી ગઇ છે. એગ્ઝિટ પોલના નામે ટ્વિટર પર ઐશ્વર્યા રાયનો એક ફોટો મૂકવામાં આવ્યો છે જે ત્રણ ભાગમાં વહેચાયેલો છે જેમાં ઐશ્વર્યા રાય બચ્ચનના ફોટો સાથે મજાક ઉડાવવામાં આવી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

TV9 Gujarati

આ ફોટોમાં ઐશ્વર્યાની સાથે સલમાન ખાન, વિવેક ઑબેરોય, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની દિકરી આરાધ્યા પણ જોવા મળી રહ્યા છે. પહેલા ફોટામાં  સલમાન અને ઐશ્વર્યા સાથે દેખાી રહ્યા છે. જેને ઑપિનિયન પોલનું નામ આપવામાં આવ્યું છે. બીજા ભાગમાં વિવેક ઑબેરોય અને ઐશ્વર્યા સાથે છે. જેને એગ્ઝિટ પોલનું નામ આપ્યું છે અને છેલ્લા અને ત્રીજા ભાગમાં અભિષેક બચ્ચન, ઐશ્વર્યા અને આરાધ્યાનો ફોટો છે જેને પરિણામ એવું નામ આપ્યું છે. આ ફોટો સાથે બોલિવૂડમાં સલમાન અને વિવિક ઓબેરોયના એશ્વરીયા રાય સાથેના સંબંધને લઈ ટિપ્પણી કરાઈ છે. તો આ ફોટો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. સાથે વિવેક ઓબેરોયએ પણ પોતાના ટવીટર પર મૂકી દીધો છે. જેને લઈને વિવાદને હવા મળી છે.

https://twitter.com/vivekoberoi/status/1130380916142907392

આ પણ વાંચો: એગ્ઝિટ પોલ આવ્યા, શેરબજારમાં દિવાળી લાવ્યાઃ છેલ્લા 10 વર્ષમાં સેન્સક્સમાં આટલો મોટો ઉછાળો અને ડોલર સામે રૂપિયો મજબૂત

આ ટ્વિટ પર મહારાષ્ટ્રની પાર્ટી NCPએ વિવેક ઑબેરોયનો વિરોધ કર્યો છે અને કહ્યુ કે કોઇ પદ્મશ્રી સન્માનિત વ્યક્તિ આવી ભાષા કેવી રીતે વાપરી શકે? રાષ્ટ્રીય અને રાજ્ય મહિલા આયોગ શું કરી રહ્યુ છે?

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 1:11 pm, Mon, 20 May 19

Next Article