મહારાષ્ટ્ર કૉંગ્રેસે રાજ્યની તમામ લોકસભા બેઠકો પર કે જેના પર તેણે ઉમેદવાર ઉતારવના છે, તેને લઈને મૅરાથન બેઠક કરી. સૂત્રોના જણાવ્યા મુજબ તમામ બેઠકો માટે ઉમેદવારોના નામો પર ચર્ચા થઈ. ચર્ચામાં દરેક બેઠક પરથી 2થી 3 નામો ફાઇનલ કરવામાં આવ્યાં.
દિલ્હીમાં આગામી 22 ફેબ્રુઆરીએ કૉંગ્રેસની સ્ક્રીનિંગ કમિટિની બેઠક મળશે કે જેમાં સંભવિત ઉમેદવારોના નામો પર ચર્ચા કરવામાં આવશે.
નોંધનીય છે કે મહારાષ્ટ્ર કૉંગ્રેસ માટે પ્રિયા દત્ત મુશ્કેલીનું કારણ બન્યા છે. હકીકતમાં કૉંગ્રેસના પૂર્વ સાંસદ પ્રિયા દત્ત અંગત કારણોસર આ વખતે લોકસભા ચૂંટણી લડવાના મૂડમાં નથી.
પ્રિયા દત્તે મુંબઈની ઉત્તર મધ્ય લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. તેમણે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ઈ-મેલ મોકલી કહ્યું છે કે તેઓ ચૂંટણી નથી લડી શકતાં. તેથી આ બેઠક માટે કોઈ નવા ઉમેદવારને ઉતારવા અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે.
કહેવાય છે કે કૉંગ્રેસ પાર્ટી હજી એક વાર પ્રિયા દત્તને મનાવવાની કોશિશ કરશે, નહિંતર કોઇક ફિલ્મી સ્ટારને મુંબઈની ઉત્તર મધ્ય બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે. આ સંભવિત ઉમેદવારોમાં નગ્મા, રાજ બબ્બર અને અઝહરનો સમાવેશ થાય છે. એમ પણ કહેવાઈ રહ્યું છે કે વ્યક્તિગત રીતે પાર્ટીની અંદર ચાલતી જૂથબંધી બાદ પ્રિયા દત્તે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. જોકે પ્રિયા દત્ત કોઇક બીજી બેઠક પરથી ઉમેદવાર બનશે કે કેમ ? તેના અંગે નિર્ણય હજી થયો નથી.
પ્રિયા દત્ત વર્ષ 2005માં મુંબઈની ઉત્તર મધ્ય બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીમાં કૉંગ્રેસ સાંસદ તરીકે ચૂંટાયા હતાં. આ પેટા ચૂંટણી તેમના પિતા સુનીલ દત્તના નિધનના કારણે યોજાઈ હતી.
[yop_poll id=1432]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]