West Bengal : મુકુલ રોયની ટીએમસીમાં ઘરવાપસી, મમતાએ કહ્યું પ્રમાણિક નેતા માટે પાર્ટીમાં સ્થાન

|

Jun 11, 2021 | 5:48 PM

ભાજપના નેતા મુકુલ રોય આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની હાજરીમાં ટીએમસીમાં જોડાયા હતા. મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ પાર્ટીનો ખેસ પહેરાવીને મુકુલ રોયને ગળે લગાવ્યા હતા.

West Bengal : મુકુલ રોયની ટીએમસીમાં ઘરવાપસી, મમતાએ કહ્યું પ્રમાણિક નેતા માટે પાર્ટીમાં સ્થાન
મુકુલ રોયની ટીએમસીમાં ઘરવાપસી,

Follow us on

West Bengal :  ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રોય(Mukul Roy)અને તેમના પુત્ર શુભ્રાંશુ રોય રોય લગભગ ચાર વર્ષ બાદ ઘરવાપસી કરી છે. ટીએમસી(TMC)છોડીને નવેમ્બર 2017 માં ભાજપમાં જોડાયેલા મુકુલ રોય આજે લાંબી ચર્ચા પછી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી(Mamata Banerjee)ની હાજરીમાં ટીએમસી(TMC)માં ફરી જોડાયા હતા.

આ પ્રસંગે મમતા બેનર્જી(Mamata Banerjee) ના ભત્રીજા અભિષેક બેનર્જીએ પાર્ટીનો ખેસ પહેરાવીને મુકુલ રોય(Mukul Roy)ને ગળે લગાવ્યા હતા.તેની બાદ મુકુલ રોયે કહ્યું કે ઘરે પરત ફરવાથી સારું લાગે છે પશ્ચિમ બંગાળ મમતા બેનર્જીનું છે અને તે રહેશે. હું ભાજપમાં રહી શક્યો ન હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

મમતા બેનર્જીએ કહ્યું કે મને ખુશી છે કે મુકુલ ઘરે પરત ફર્યા

જ્યારે મમતા બેનર્જી(Mamata Banerjee) એ કહ્યું કે મને ખુશી છે કે મુકુલ ઘરે પરત ફર્યા છે. ભાજપમાં ગયેલા ઘણા વધુ નેતાઓ પાછા આવવા માંગે છે. અમે ક્યારેય કોઈની પાર્ટી તોડી નથી. અમે એજન્સીઓનો ઉપયોગ કર્યો નથી. જેને આવવું છે તે પાર્ટીમાં આવી રહ્યા છે. ફક્ત પ્રામાણિક નેતાઓ માટે ટીએમસીમાં એક સ્થાન છે.

શુભ્રાંશુ રોયે મમતા બેનર્જીનો આભાર માન્યો  હતો

ઉલ્લેખનીય છે  કે, આ પૂર્વે  રાજકીય ઘટના ક્રમમાં તાજેતરમાં  પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના ભત્રીજા અને ટીએમસીની યુવા પાંખના અધ્યક્ષ અભિષેક બેનર્જી શુભ્રાંશુ રોયની માતાની તબિયત પૂછવા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેની બાદ રાજકીય વિશ્લેષકો આ બેઠકના ઘણા અર્થ નિકાળયા હતા. જ્યારે  શુભ્રાંશુ રોયે મમતા બેનર્જીનો આભાર માન્યો  હતો અને કહ્યું છે કે તે જરૂરિયાતના સમયે અમારા પરિવાર સુધી પહોંચ્યા હતા.

પશ્ચિમ બંગાળના ભાગલાવાદી રાજકારણને સ્વીકારતો નથી

શુભ્રાંશુ રોયે કહ્યું છે કે ‘હું આભારી છું કે મમતા બેનર્જીને વિવિધ રીતે મારા પિતાની તંદુરસ્તી વિશે ખબર પૂછી હતી. જરૂરિયાતના સમયે અમારા પરિવારની સાથે રહ્યાં હતા. એક ચેનલ સાથેની વાતચીતમાં શુભ્રાંશુ રોયે કહ્યું કે પશ્ચિમ બંગાળના  ભાગલાવાદી રાજકારણને સ્વીકારતો નથી. હું માનું છું કે રાજકારણમાં કંઈ પણ શક્ય છે.

Published On - 5:38 pm, Fri, 11 June 21

Next Article