Parliament Monsoon Session: 6 સાંસદોએ ગૃહમાં મચાવી ધમાલ, રાજ્યસભામાંથી થયા સસ્પેન્ડ

ડોલા સેન, નદીમુલ હક, અબીર રંજન બિસ્વાસ, શાંતા ખેત્રી, અર્પિતા ઘોષ અને મૌસમ નૂર એવા સાંસદો છે જેમને ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પેગાસસ અને ખેડૂતોના આંદોલનના મુદ્દે સંસદમાં મડાગાંઠ ચાલુ છે.

Parliament Monsoon Session: 6 સાંસદોએ ગૃહમાં મચાવી ધમાલ, રાજ્યસભામાંથી થયા સસ્પેન્ડ
6 સાંસદો દિવસભર રાજ્યસભાની કાર્યવાહી માંથી બહાર
| Edited By: | Updated on: Aug 04, 2021 | 4:11 PM

સંસદના ચોમાસુસત્રમાં વિપક્ષ દ્વારા પેગાસસ અને કૃષિબીલના મુદ્દે વિરોધ કરી રહ્યા છે. વિપક્ષના વિરોધના કારણે રાજ્યસભા અને લોકસભાની રોજીદી કાર્યવાહી લગભગ ઠપ્પ થઈ રહી છે. આજે બુધવારે સંસદગૃહની કાર્યવાહીમાં વિક્ષેપ ઊભો કરવા બદાલ, રાજ્યસભામાંથી વિપક્ષના છ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે, પરંતુ વિપક્ષના હંગામાને કારણે બંને ગૃહોની કાર્યવાહી પર ઘણી અડચણ ઊભી થઈ રહી છે. રાજ્યસભાના 6 સાંસદોને આખા દિવસ માટે બહાર કરી દેવામાં આવ્યા હતા. તેની પાછળનું કારણ સાંસદોના વિરોધને ગણવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ, આ સાંસદો અધ્યક્ષ પાસે ગયા, હંગામો કર્યો અને પ્લેકાર્ડ્સ બતાવ્યા, ત્યારબાદ તેમને આખો દિવસ રાજ્યસભાની કાર્યવાહીમાંથી બહાર કરી દેવામાં આવ્યા.

જણાવી દઈએ કે સ્પીકર એવા કોઈપણ સભ્યને ગૃહમાંથી બહાર જવા નિર્દેશ આપી શકે છે કે જેમનું વર્તન, તેમના મતે ખૂબ જ અવ્યવસ્થિત હોય અથવા અયોગ્ય હોય. જે સભ્યને આ નિર્દેશ આપવામાં આવે છે તેઓ એ તરત જ આ નિર્દેશ નું પાલન કરવું પડે છે અને બાકીની દિવસની કાર્યવાહી દરમિયાન તેઓ હાજરી આપી શકતા નથી.

કયા કયા સાંસદોને બહાર જવાનો નિર્દેશ આપવામાં આવ્યો?

ડોલા સેન, નદીમુલ હક, અબીર રંજન બિસ્વાસ, શાંતા ખેત્રી, અર્પિતા ઘોષ અને મૌસમ નૂર એવા સાંસદો છે જેમને ગૃહની કાર્યવાહીમાંથી બહાર જવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. પેગાસસ જાસૂસી અને ખેડૂતોના આંદોલનના મુદ્દે સંસદમાં મડાગાંઠ ચાલુ છે.

કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ પેગાસસ જાસૂસી કેસ, મોંઘવારી અને ખેડૂતોના મુદ્દા પર ચર્ચા કરવાની માંગ પર અડગ છે. ઉલ્લેખનીય છે કે સરકાર, વિપક્ષ અને અન્ય પક્ષોએ 7  બિલ સહિત 8 મુદ્દાઓ પર રાજ્યસભામાં ચર્ચા કરવા માટે સંમત થયા હતા, જેના માટે 11માં દિવસે 17 કલાક ફાળવવામાં આવ્યા હતા. વેંકૈયા નાયડુની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે ફરી એકવાર તમામ પક્ષોને ગૃહનું સામાન્ય કામકાજ ચાલુ રાખવા અપીલ કરી છે.

સમાચાર સંસ્થાએ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે સરકારે ખેડૂતોના મુદ્દાઓ, ભાવવધારો અને દેશમાં આર્થિક સ્થિતિ પર ચર્ચા કરવાની ફરી ઈચ્છા વ્યક્ત કરી હતી. આ અંગે વેંકૈયા નાયડુએ અન્ય પક્ષોને આ અંગે ચર્ચા આગળ વધારવાની અપીલ કરી હતી. વિપક્ષ પણ પેગાસસ મુદ્દાના સંદર્ભમાં રાષ્ટ્રીય સુરક્ષા પર ચર્ચા કરવા માંગતો હતો. જે બિલ પર સંમતિ આપવામાં આવી છે તેમાં ટ્રિબ્યુનલ રિફોર્મ્સ બિલ, એરપોર્ટ્સ રેગ્યુલેશન ઓથોરિટી બિલ, જનરલ ઇન્શ્યોરન્સ નેશનલાઇઝેશન એમેન્ડમેન્ટ બિલ, લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ એમેન્ડમેન્ટ બિલ, ડિપોઝિટ ઇન્સ્યોરન્સ બિલનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Maharashtra: સંજય રાઉત ફરી રાજ્યપાલ પર ભડક્યા, કહ્યું કે ઠાકરે સરકારનાં પગ ખેંચવાની કોશિશ કરી છે તો….