રાફેલથી લઈ રામ મંદિર સુધી, પાકિસ્તાનથી લઈ પશ્ચિમી દેશોની સહેલ સધી, મોદીએ પહેલી વાર આપ્યા એક સાથે 40 તીખા સવાલોના સીધા જવાબ

|

Jan 01, 2019 | 2:52 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે રામ મંદિર નિર્માણ માટે વટહુકમ લાવવા અંગેનો નિર્ણય ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ કરવામાં આવશે. મોદીએ સોમવારે સમાચાર એજન્સી એએનઆઈને આપેલા ઇન્ટર્વ્યૂમાં કહ્યું, ‘એક વાર કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થઈ જવા દો. ત્યાર બાદ અમારી જે પણ જવાબદારી હશે, અમે દરેક પ્રયાસ કરવા માટે તૈયાર છીએ. રામ મંદિર મુદ્દાનો ઉકેલ […]

રાફેલથી લઈ રામ મંદિર સુધી, પાકિસ્તાનથી લઈ પશ્ચિમી દેશોની સહેલ સધી, મોદીએ પહેલી વાર આપ્યા એક સાથે 40 તીખા સવાલોના સીધા જવાબ

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે રામ મંદિર નિર્માણ માટે વટહુકમ લાવવા અંગેનો નિર્ણય ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ કરવામાં આવશે.

મોદીએ સોમવારે સમાચાર એજન્સી એએનઆઈને આપેલા ઇન્ટર્વ્યૂમાં કહ્યું, ‘એક વાર કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થઈ જવા દો. ત્યાર બાદ અમારી જે પણ જવાબદારી હશે, અમે દરેક પ્રયાસ કરવા માટે તૈયાર છીએ. રામ મંદિર મુદ્દાનો ઉકેલ બંધારણના દાયરામાં જ શક્ય છે.’

પીએમે કૉંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું કે કૉંગ્રેસના વકીલોએ અયોધ્યા કેસ પર કાનૂની પ્રક્રિયામાં અડચણ પેદા કરી. તેના કારણે કાયદાકીય પ્રક્રિયા ધીમી પડી ગઈ.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

રાફેલ મુદ્દે કૉંગ્રેસ અને રાહુલ ગાંધીના આરોપો પર પીએમ મોદીએ કહ્યું, ‘મારી ઉપર વ્યક્તિગત આરોપ નથી. સંસદમાં મેં વિગતવાર વાત મૂકી છે. સુપ્રીમ કોર્ટ, ફ્રાંસના રાષ્ટ્રપતિ, ભારતના વડાપ્રધાને રાફેલ ડીલને બેદાગ જાહેર કરી.’ તેમણે આરોપ લગાવ્યો કે આઝાદી બાદથી ડિફેંસ ડીલ સતત વિવાદોમાં રહી છે. તેમણે કહ્યું કે જેટલા આરોપ લાગવાના હોય, લાગે, તેઓ ઈમાનદારીના રસ્તે ચાલશે, સેનાની જરૂરિયાતને પૂરી કરીશ. તેઓ ઈમાનદારી અને સત્ય સાથે જીવનાર માણસ છે. દેશની સેનાને નિહથ્થી નથી જોઈ શકતાં. એટલે અમે પ્રક્રિયાઓને ઝડપી બનાવી છે.

ખેડૂતો અને દેવા માફીના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૉંગ્રેસ પર હુમલો કર્યો. મોદીએ કહ્યું, ‘હું જુઠ્ઠાણા અને ભ્રમને લૉલીપૉપ કહુ છું. શું બધા ખેડૂતોનું દેવું માફ થયું ? અગાઉની સરકારોએ પણ ખેડૂતોની દેવામાફી કરી છે, પણ શું પ્રૉબ્લેમ છે કે ખેડૂત હંમેશા દેવાદાર બનતો રહે છે ? દેવામાફીથી બહુ ઓછા ખેડૂતોને ફાયદો થાય છે. મોટાભાગના ખેડૂતો સાહૂકાર પાસેથી દેવું લે છે અને દેવામાફીના દાયરામાં નથી આવતાં. આ સમસ્યાને દૂર કરવા માટે અમે કૃત સંકલ્પ છીએ. ખેડૂતને મજબૂત બનાવવો પડશે. બીજ, પાણી વગેરેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હવે ક્રૉપની સમજણ આવવા લાગી છે. પાક વધુ થઈ રહ્યો છે. અમે ખેડૂતને અન્નદાતા ઉપરાંત ઊર્જાદાતા પણ બનાવવા માંગીએ છીએ. એમએસપી પર કામ કર્યું છે. 22 પાકો પર એમએસપી વધારવામાં આવી.’

મોદીએ કયું કામ ન કરી શક્યા અંગેના સવાલ પર કહ્યું, ‘હા, પણ એક વાતનું આશ્વર્ય તો નહીં કહું પરંતુ ‘લુટિયન’ દુનિયા (દિલ્હીમાં જે વિસ્તારમાં ઘણાં નેતાઓના ઘર છે તેને લૂંટિયન દુનિયા કહેવામાં આવે છે.)ને હું ખુશ નથી કરી શક્યો. હું નૉન-એલિટ ક્લાસનું પ્રતિનિધિત્વ કરું છું. હું તેમને જીતી નથી શક્યો. પણ કોશિષ કરીશ કે તેમને કેવી રીતે જીતી શકું?’

તેમણે કહ્યુ, ‘હું આ વાતનો નિર્ણય જનતા પર છોડું છું કે મેં જે કામ કર્યું તેનાથી તેમને સંતોષ છે કે નહીં. તેમને સારું લાગ્યું કે નહીં. વડાપ્રધાન તરીકે મેં દરેક કામ ખુશીથી અને આનંદ સાથે કર્યું છે. દરેક પળ કામ કરું છું એ આનંદથી કરું છું.’

વડાપ્રધાનના વિદેશ પ્રવાસ પર મોદી બોલ્યા, ‘જવું જ પડે તેવું હોય છે. પ્રધાનમંત્રીનું જવું હવે જરૂરી બની ગયું છે. પહેલા ચાલતું હતું. આજે કેટલી ઈન્ટરરનેશનલ ફૉરમ બની ગઈ છે. તો એમાં હું નહીં મનમોહનસિંઘે પણ જવું પડતું. પણ હું કોઈ દેશમાં જઉં તો આસપાસ પણ જઈ આવું છું. દુનિયામાં ભારતનો અવાજ પહોંચાડવો હોય તો જવું પણ જોઈએ.’

મોદીએ સર્જિકલ સ્ટ્રાઇકને મોટું જોખમ ગણાવતા કહ્યું કે અમને પોતાના સૈનિકોની સલામતીની ચિંતા છે. તેમણે કહ્યું કે એક લડાઈથી પાકિસ્તાન સુધરી જશે, એમ વિચારવું બહુ મોટી ભૂલ હશે. પાકિસ્તાનના સુધરવામાં હજી સમય લાગશે. મોદીએ કહ્યું કે ઉરી હુમલા બાદ તેઓ બેચેન બન્યાં. જવાનોને ટ્રેનિંગ આપવામાં આવી. મોદીએ સર્જિકલ સ્ટ્રાઇકના સમય અંગે કહ્યું કે સૂર્યોદય સુધી પણ કોઈ સમાચાર ન આવ્યાં, તો તેઓ બેચેન થઈ ગયાં. જ્યારે સમાચાર મળ્યાં કે સેનાના જવાનો સેફ ઝોનમાં આવી ગયાં, ત્યારે અમે રાહતનો શ્વાસ લીધો.

મોદીએ કહ્યું, ‘મારા માટે આ એક્સાઇટમેંટ હતું, ચિંતા હતી, પરંતુ જે રીતે ઑપરેશન કરાયું, તેનાથી સેનાનું સામર્થ્ય દેખાયું. મને સેનાની આ કાર્યવાહી પર ગૌરવ થાય છે.’ વધુ કોઈ સર્જિકલ સ્ટ્રાઇકના સવાલ પર મોદીએ કહ્યું કે તેઓ આ અંગે મીડિયા સામે કંઈ કહી નથી શકતાં.

સર્જિકલ સ્ટ્રાઇકના રાજકીયકરણના સવાલ પર મોદીએ કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઇક થઈ, ત્યારે સરકાર, કોઈ પ્રધાને નિવેદન ન આપ્યું. પહેલા પાકિસ્તાનને જાણ કરાઈ, પછી સેનાના અધિકારીએ મીડિયા સમક્ષ આ માહિતી જાહેર કરી હતી, પરંતુ રાજકીય પક્ષોના કેટલાક નેતાઓએ તે જ દિવસે સર્જિકલ સ્ટ્રાઇક સામે સવાલ ઉઠાવ્યાં. તેમણે કહ્યું કે ભાજપે સૈનિકોનું ગૌરવ ગાન કર્યું છે, રાજનીતિકરણ નથી કર્યું.

ભારત-પાક વાર્તા ચૂંટણી પહેલા શરુ થવા અંગેના સવાલ પર મોદીએ કહ્યું કે ભારતની કોઈ પણ સરકારે ચર્ચાનો, વાતચીતનો વિરોધ નથી કર્યો. દેશની પૉલિસી છે ચર્ચા કરવાની. ભારત તમામ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે, પરંતુ અમારું કહેવું એટલું જ છે કે બૉંબ-બંદૂક વચ્ચે વાતચીત ન થઈ શકે. આતંકવાદ રોકાવું જોઇએ. અમે દબાણ બનાવ્યું છે. ઘટનાઓ પણ ઘટી છે.

વડાપ્રધાને આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલના રાજીનામાના સવાલ પર કહ્યું કે તેમણે (ઉર્જિત પટેલે) પોતે રાજીનામુ આપવાનો અનુરોધ કર્યો હતો. મોદીએ કહ્યું, ‘હું આ વાતનો પહેલી વાર ખુલાસો કરી રહ્યો છું કે તેઓ (ઉર્જિત પટેલ) છેલ્લા 6-7 મહિનાઓથી આના માટે કહી રહ્યા હતાં અને લેખિતમાં પણ આપ્યુ હતું. આવામાં રાજકીય દબાણનો તો પ્રશ્ન જ નથી થતો. આરબીઆઈ ગવર્નર તરીકે તમણે બહુ સારું કામ કર્યું.’

નોટબંધીના સવાલ પર નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ કોઈ આંચકો નહોતો. અમે લોકોને એક વર્ષ પહેલા જ ચેતવી દિધા હતાં કે જો આપની પાસે એવો પૈસો (બ્લૅક મની) છે, તો આપ તેને જમા કરાવી શકો છો, દંડ ભરી શકો છો અને આપની મદદ કરવામાં આવશે, પરંતુ તેમણે વિચાર્યું કે મોદી પણ બીજાઓની જેમ જ કહી રહ્યા છે. બહુ ઓછા લોકો સામે આવ્યાં.

કૉંગ્રેસ, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર નિશાન સાધતાં મોદીએ કહ્યું કે જેમણે ચાર પેઢીઓ સુધી દેશ પર રાજ કર્યું, તેઓ આજે બેલ પર બહાર છે, તે પણ નાણાકીય ગેરરીતિઓના કેસમાં.

વડાપ્રધાને કહ્યું કે આગામી લોકસભા ચૂંટણી જનતા વર્સિસ ગઠબંધન બનશે. રાજકીય પંડિતોના ભાજપને 180થી વધુ બેઠકો ન મળી શકવાના દાવાને ફગાવતા મોદીએ કહ્યું કે 2014માં પણ આવા જ દાવા કરાતા હતાં.

તાજેતરની વિધાનસભા ચૂંટણીઓમાં મોદી લેર ઘટ્યાના સવાલ પર પીએમ મોદીએ કહ્યું, ‘આ કેટલાક લોકો છે કે જેઓ પહેલા પણ કહેતા હતા કે મોદી જીતી નથી શકતાં. તેમની કોઈ લહેર નથી. અત્યારે પણ તે જ લોકો આમ કહી રહ્યા છે. હું સમજુ છું કે લહેર માત્ર પ્રજાની આશા-આકાંક્ષાની હોય છે. આજે હિન્દુસ્તાનમાં વિશ્વાસ પેદા થયો છે. આ પોતાની રીતે અદ્ભુત છે. ભાજપ વિશ્વનું સૌથી મોટુ સંગઠન છે. મોરલ ડાઉન થવાનો તો કોઈ સવાલ જ નથી.’

રાહુલ ગાંધી દ્વારા જીએસટીને ગબ્બર સિંહ ટૅક્સ કહેવા અંગે પીએમે કહ્યું, ‘જેની જેવી સોચ હોય છે, તેવું જ કહે છે. હું તેમાં ગુંચવાવા નથી માંગતો. જીેસટી સર્વસંમતિથી પારિત થયો. જીેસટીથી પહેલા દેશમાં 30-40 ટકા ટૅક્સેબલ વસ્તુઓ હતી. હિડન ટૅક્સ હતો. હવે આ સિમ્પ્લીફાઈ થઈ ગયું છે. જીએસટી એક નવી વ્યવસ્થા છે. આ અમે પણ જાણીએ છીએ કે થોડીક મુશ્કેલીઓ છે, પણ મળી-બેસીને તેને ઉકેલી લેવાશે.’

[yop_poll id=432]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article