MODI IN BENGAL: કોઈએ મોદીનું માસ્ક પહેર્યું તો કોઈ બન્યું હનુમાનજી, જુઓ PM મોદીની રેલીના રસપ્રદ PHOTOS

|

Mar 07, 2021 | 11:16 PM

MODI IN BENGAL: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી રેલી યોજવામાં આવી હતી. રેલી દરમિયાન મેદાન અને આજુબાજુનો વિસ્તાર "જય શ્રી રામ" અને "ભારત માતા કી જય"ના નારાથી ગુંજી ઉઠ્યો હતો.

1 / 8
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી રેલી યોજવામાં આવી હતી. આ દરમિયાન કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ પર ભાજપના લાખો સમર્થકો એકઠા થયા હતા. ભાજપના ધ્વજ અને કમળના નિશાનમાં શહેર અને રેલીના સ્થળને ભગવા રંગે રંગાયા હતા. રેલી દરમિયાન મેદાન અને આજુબાજુનો વિસ્તાર "જય શ્રી રામ" અને "ભારત માતા કી જય" ના નારાથી ગુંજી ઉઠ્યો હતો.

2 / 8
મેદાનની આજુબાજુ સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી, જેમાંથી ઘણા લોકોએ ભાજપનો કેસરી ખેસ પહેર્યો હતો હતા. આ મેદાન આઝાદી બાદથી જ વિશાળ રાજકીય રેલીઓનું સાક્ષી રહ્યું છે.

3 / 8
બોલિવુડ અભિનેતા મિથુન ચક્રવર્તી જ્યારે ભાજપમાં જોડાયા, ત્યારે તેમણે સોનાર બાંગ્લા બનાવવાનું આહ્વાન કર્યું  અને "ગુરુ, ગુરુ"ના નારા ગુંજવા માંડ્યા. અભિનેતાથી રાજકારણી બનેલા મિથુન ચક્રવર્તીએ 1989માં આવેલી ફિલ્મ "ગુરુ"માં શાનદાર ભૂમિકા ભજવી હતી.

4 / 8
મોદીએ તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જી પર પ્રહાર કરતા કહ્યું કે 'તમે બંગાળના એ લોકો સાથે દગો કર્યો અને એમનું અપમાન કર્યું, જે માને છે કે તમે ડાબેરી શાસન પછી પરિવર્તન લાવશો. તમે તેમની આશાઓ અને સપનાઓને વેરવિખેર કરી દીધા.

5 / 8
ઘણા સમર્થકોએ નરેન્દ્ર મોદીની તસવીરો પકડી હતી અને ઘણા લોકો તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જી અને તેમના ચૂંટણી પ્રચાર "ઘેલા હોબે" પર વ્યંગ કરતાં કાર્ટૂનોની તસવીરો લઈને જોવા મળ્યા હતા. રેલીના મેદાનમાં ચારેબાજુ ભાજપના ધ્વજ પણ લહેરાતા જોવા મળ્યા હતા.

6 / 8
ભાજપના હજારો સમર્થકો વિવિધ જિલ્લાઓમાંથી બસો અને અન્ય વાહનો દ્વારા બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ પર ઉમટ્યા  હતા. પૂર્વ અને પશ્ચિમ મેદનીપુરની કેટલીક બસો પર સમર્થકો બસની છત પર બેઠા હતા.

7 / 8
જ્યારે ભાજપના વરિષ્ઠ નેતાઓ મુકુલ રોય અને શુભેન્દુ અધિકારીએ તૃણમૂલ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું, ત્યારે સમર્થકો પુરા જોશમાં નારા લગાવતા જોવા મળ્યા હતા.

8 / 8
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી 2021નું મતદાન 8 તબક્કામાં યોજાવાનું છે અને પરિણામ 2 મેના રોજ આવશે.

Next Photo Gallery