લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. કોંગ્રેસને ચૂંટણીના સમયે જ ઝટકો લાગ્યો છે અને તેના એક ધારાસભ્યને જેલની સજા થતાં જ ધારાસભ્યના પદેથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યની વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તલાળાના ધારાસભ્ય ભગવાન બારડને બે વર્ષ અને નવ મહિનાની જેલની સજા થતાં જ ધારાસભ્યના હોદ્દા પરથી સસ્પેન્ડ કરી દીધા છે. કોંગ્રેસે […]
Ad
Follow us on
લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. કોંગ્રેસને ચૂંટણીના સમયે જ ઝટકો લાગ્યો છે અને તેના એક ધારાસભ્યને જેલની સજા થતાં જ ધારાસભ્યના પદેથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ગુજરાત રાજ્યની વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તલાળાના ધારાસભ્ય ભગવાન બારડને બે વર્ષ અને નવ મહિનાની જેલની સજા થતાં જ ધારાસભ્યના હોદ્દા પરથી સસ્પેન્ડ કરી દીધા છે. કોંગ્રેસે પણ પોતાના એક ધારાસભ્યના સસ્પેન્ડ થવા બાબતે પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. ભાજપના જીતુ વાધાણીએ કહ્યું કે ધારાસભ્યને સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર જ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જ્યારે કોંગ્રેસના પરેશ ધાનાણીએ કહ્યું કે ધારાસભ્યને સસ્પેન્ડ કરવા તે રાજકારણપ્રેરિત ઘટના છે.
અહો આશ્ચર્યમ ! અહીં લગ્ન કરવા વરરાજા નહીં પણ દુલ્હન લઈને જાય છે જાન !
ઉનાળામાં દરરોજ ભીંડા ખાશો તો શું થશે? જાણો
ફ્લાઇટમાં જતા પહેલાં તમારે શું ન ખાવું જોઈએ?
Owl Seeing Sign: ઘુવડ દેખાવવું શુભ કે અશુભ? જાણો રાત્રે દેખાય તો શું સંકેત આપે છે
આજનું રાશિફળ તારીખ 02-04-2025
તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડને સુત્રાપાડા કોર્ટે ગોચર જમીનમાંથી 2.83 કરોડની ખનીજની ચોરી કરવાના ગુનામાં બે વર્ષ અને નવ મહિના જેલની સજા ફટકારી છે. આમ 24 વર્ષ જૂનાં કેસમાં ધારાસભ્ય ભગવાન બારડને સજા પડતા તેમને ધારાસભ્યના પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.