Mithun Chakraborty: PM MODIની સભામાં મિથુન દા, ભાજપમાં જોડાવાની પ્રબળ શક્યતા

|

Mar 07, 2021 | 10:40 AM

Mithun Chakraborty: પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની તારીખોની જાહેરાતની સાથે સાથે રાજકારણ પણ ગરમાયું છે. કોલકાતામાં પીએમ મોદી જ્યારે સિલીગુડીમાં મમતા બેનર્જી હુંકાર ભરશે. પીએમ મોદી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ચૂંટણી અભિયાનને ધાર આપવા માટે કોલકાતાના બ્રિગેડ પરેડ મેદાનમાં મેગા રેલીને સંબોધિત કરશે.

Mithun Chakraborty: પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની તારીખોની જાહેરાતની સાથે સાથે રાજકારણ પણ ગરમાયું છે. કોલકાતામાં પીએમ મોદી જ્યારે સિલીગુડીમાં મમતા બેનર્જી હુંકાર ભરશે. પીએમ મોદી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ચૂંટણી અભિયાનને ધાર આપવા માટે કોલકાતાના બ્રિગેડ પરેડ મેદાનમાં મેગા રેલીને સંબોધિત કરશે. પીએમ મોદીએ આ રેલીના સમયે અભિનેતા મિથુન ચક્રવર્તી પણ હાજર રહેશે. આ વાતની જાણકારી ભાજપના રાષ્ટ્રિય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ આપી છે. ભાજપના રાષ્ટ્રિય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે કોલકાતામાં પીએમ મોદીની રેલીમાં બોલિવૂડ અભિનેતા મિથુન ચક્રવર્તી હાજર રહેશે. મિથુન ચક્રવર્તીના ભાજપમાં સામેલ થવાને લઈને કોઈ ચર્ચા થઈ નથી. જોકે તેઓ ભાજપમાં સામેલ થાય તેવી શક્યતા છે. તો બીજીતરફ મમતા બેનર્જી સિલીગુડીના રસ્તા પર ઉતરીને પ્રચાર કરશે

 

Published On - 10:35 am, Sun, 7 March 21

Next Video