ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને મોટો આંચકો, ‘આશા’ લાવી નિરાશા, એક ધારાસભ્યે ફાડ્યો કોંગ્રેસથી છેડો, અલ્પેશ પણ કતારમાં! જુઓ VIDEO

|

Feb 02, 2019 | 6:58 AM

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો છે. ઉંઝાના ધારાસભ્ય ડૉ.આશા પટેલે કોંગ્રેસથી છેડો ફાડી નાખ્યો છે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને આશા પટેલે રાજીનામું મોકલી આપ્યું. આશા પટેલે કોંગ્રેસના સભ્ય પદેથી પણ રાજીનામું આપ્યું છે. અને આ રાજીનામાથી કોંગ્રેસનું વિધાનસભામાં સંખ્યાબળ 76 થઈ ગયું છે. વિધાનસભા અધ્યક્ષ ડૉ.રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છું કે આશા […]

ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને મોટો આંચકો, આશા લાવી નિરાશા, એક ધારાસભ્યે ફાડ્યો કોંગ્રેસથી છેડો, અલ્પેશ પણ કતારમાં! જુઓ VIDEO

Follow us on

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો છે. ઉંઝાના ધારાસભ્ય ડૉ.આશા પટેલે કોંગ્રેસથી છેડો ફાડી નાખ્યો છે.

વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને આશા પટેલે રાજીનામું મોકલી આપ્યું. આશા પટેલે કોંગ્રેસના સભ્ય પદેથી પણ રાજીનામું આપ્યું છે. અને આ રાજીનામાથી કોંગ્રેસનું વિધાનસભામાં સંખ્યાબળ 76 થઈ ગયું છે. વિધાનસભા અધ્યક્ષ ડૉ.રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છું કે આશા પટેલે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે.

સાથે જ આશ્વર્ય પમાડનારી વાત એ છે કે આશા પટેલે પોતાના રાજીનામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યાં છે. તો બીજી બાજુ આશા પટેલે રાહુલ ગાંધીના નેતૃત્વ પર પણ સવાલ ઉઠાવ્યા છે.

VIDEO:

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

તો હાલમાં સૂત્રોનું માનીએ તો આશા પટેલ ભાજપમાં જોડાઈને લોકસભાના ઉમેદવાર બનશે તેવી અટકળો જોરમાં છે. સાથે જ એવા પણ સમાચાર આવી રહ્યાં છે કે આ તો માત્ર શરૂઆતમાં છે પરંતુ કોંગ્રેસમાંથી અન્ય 2 ધારાસભ્યો પણ પોતાનો છેડો ફાડશે અને રાજીનામા ધરશે. અને ધારાસભ્યો કચ્છના હશે તેમ પણ કહેવાઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયથી અલ્પેશ ઠાકોર પણ કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યાં હોય તે વાતે જોર પકડ્યું છે. અલ્પેશ પક્ષમાં થઈ રહેલી પોતાની અવગણનાના કારણે કોંગ્રેસમાંથી દૂર થઈ શકે છે. અને હાલમાં જ અલ્પેશે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે પણ બેઠક કરી હતી.

VIDEO:

આ રાજીનામા પર જસદણ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાનું કહેવું છે કે આ રાજીનામુ લોકસભા ચૂંટણી પર ચોક્કસપણે અસર કરશે. તો ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું છે કે કોંગ્રેસ કકળાટનું ઘર છે એમાં કોઈ બેમત નથી. તેમણે આશા પટેલના રાજીનામાના નિર્ણયને આવકાર્યો છે. કોંગ્રેસ માત્ર લલચાવવાનું કામ કરતું હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો છે.

VIDEO:

[yop_poll id=983]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article