Mehsana : ઊંઝા નગરપાલિકા પર ભાજપનો ભગવો લહેરાયો છતાં, ભાજપના માથે ચિંતાના વાદળો ઘેરાયા

|

Mar 16, 2021 | 7:24 PM

Mehsana : ઊંઝા નગર પાલિકા પર ભાજપનો ભગવો તો લહેરાઇ ગયો. અને હવે નવા હોદ્દેદારોની વરણી પણ કરાશે. પરંતુ પાલિકાનો જંગ જીત્યા બાદ પણ ભાજપના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે.

Mehsana : ઊંઝા નગર પાલિકા પર ભાજપનો ભગવો તો લહેરાઇ ગયો. અને હવે નવા હોદ્દેદારોની વરણી પણ કરાશે. પરંતુ પાલિકાનો જંગ જીત્યા બાદ પણ ભાજપના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે.અને ભાજપની ચિંતા વધારી છે અપક્ષોએ. નગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે 36માંથી 19 બેઠકો જીતી. જ્યારે 2 અપક્ષના સભ્યોનો પણ ટેકો હોવાનો દાવો કરાઇ રહ્યો છે. જોકે આ સંજોગોમાં અપક્ષના કદાવર નેતાઓ ભાજપની એક પણ પેનલ તોડી દે તો ભાજપના હાથમાં આવેલી સત્તા જઇ શકે છે. બસ આ જ ડરથી ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધીઓને ટૂર પર મોકલી દેવાયા છે. અને શહેર ભાજપ પ્રમુખે પોતાના હાથમાં કમાન સંભાળી લીધી છે. મહત્વપૂર્ણ છે કે આવતીકાલે ઊંઝા પાલિકાના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવશે.

 

Next Video