MEHSANA : ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કકળાટ, યુથ કોંગ્રેસમાં શહેર ઉપપ્રમુખ સહીત 17ના રાજીનામા

|

Feb 14, 2021 | 7:18 PM

MEHSANA : મહેસાણામાં એક બાજુ યુથ કોંગ્રેસમાં 17 રાજીનામાં પડ્યા છે તો બીજી બાજુ મહેસાણાના કડીમાં 200 કોંગ્રેસ કાર્યકરોએ રાજીનામા ધરી દેતા ચૂંટણી પહેલા જ કોંગ્રેસની હાલત કફોડી બની છે.

MEHSANA : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલ મહેસાણા શહેર કોંગ્રેસમાં કકળાટ સામે આવ્યો છે. મહેસાણામાં યુથ કોંગ્રેસના શહેર ઉપપ્રમુખ મનીષ રાજગોરે કોંગ્રેસમાં કેટલાક લોકોની દખલગીરીને લઈને જિલ્લા પ્રમુખને રાજીનામું આપ્યું છે, તો બીજી બાજુ ગુજરાત યુથ કોંગ્રેસના સહમંત્રી દિગ્વિજયસિંહ ગોહિલ, સચિન પેટેલે પણ કોંગ્રેસમાં ભ્રષ્ટાચાર, સગાવાદના આરોપસર રાજીનામું ધરી દીધું છે. આ સાથે જ મહેસાણા, બહુચરાજી, વિસનગર, ઊંઝા તાલુકા યુથ કોંગ્રેસમાંથી કુલ 17 લોકોએ રાજીનામાં આપી દેતા કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે.મહેસાણા યુથ કોંગ્રેસના આ તમામ કાર્યકરોએ ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમખ ગુલાબસિંહ રાજપૂતને પત્ર લખી રાજીનામા આપ્યા છે.

મહેસાણામાં એક બાજુ યુથ કોંગ્રેસમાં 17 રાજીનામાં પડ્યા છે તો બીજી બાજુ મહેસાણાના કડીમાં 200 કોંગ્રેસ કાર્યકરોએ રાજીનામા ધરી દેતા ચૂંટણી પહેલા જ કોંગ્રેસની હાલત કફોડી બની છે.

 

Next Video