Mann Ki Baat : રવિવારે દેશને સંબોધિત કરશે પીએમ મોદી, કોરોના સંકટ અને વેકસિનેશન પર કરી શકે છે ચર્ચા

PM Modi રવિવારે તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા રાષ્ટ્રને સંબોધન કરશે. દેશ કોરોનો(Corona)  વાયરસ રોગચાળાની બીજી લહેરમાંથી પસાર થઇ રહ્યો છે.ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ) એ પીએમ મોદીને મન કી બાત કાર્યક્રમમાં વેક્સિનના લાભાર્થીઓને પ્રોત્સાહિત કરવા રસીકરણના મહત્વ વિશે વાત કરવા અપીલ કરી છે.

Mann Ki Baat : રવિવારે દેશને સંબોધિત કરશે પીએમ મોદી, કોરોના સંકટ અને વેકસિનેશન પર કરી શકે છે ચર્ચા
મન કી બાત કાર્યક્રમમાં રવિવારે દેશને સંબોધિત કરશે પીએમ મોદી
| Updated on: May 29, 2021 | 8:39 PM

PM Modi રવિવારે તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા રાષ્ટ્રને સંબોધન કરશે. દેશ કોરોનો(Corona)  વાયરસ રોગચાળાની બીજી લહેરમાંથી પસાર થઇ રહ્યો છે. PM Modi  ના મન કી બાત કાર્યક્રમનો આ 77 મો એપિસોડ હશે અને તે પીએમ મોદીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ તેમજ સવારે 11 વાગ્યે પીએમઓ પરથી લાઇવ સ્ટ્રીમ થશે. ઓલ ઈન્ડિયા રેડિયો પર હિન્દી ટેલિકાસ્ટ પછી ટૂંક સમયમાં તે પ્રાદેશિક ભાષાઓમાં પણ પ્રસારિત કરવામાં આવશે. પ્રાદેશિક ભાષાનું પ્રસારણ રાત્રે 8 વાગ્યે રિટેલીકાસ્ટ થશે.

ભારત હાલમાં કોરોના(Corona) સંકટ ચાલી રહ્યું છે અને રોગચાળાને નિયંત્રિત અને કોરોના રસીના અભાવને લઈને કેન્દ્ર સરકારને  વિપક્ષો દ્વારા ભારે ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હી અને મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોએ 18 થી 44 વર્ષની વય જૂથના લોકો માટે રસીના અભાવનું કારણ આગળ ધરીને રસીકરણ અભિયાન બંધ કર્યું છે.

આઇએમએ PM Modi ને અપીલ કરી

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ) એ પીએમ મોદીને મન કી બાત કાર્યક્રમમાં વેક્સિનના લાભાર્થીઓને પ્રોત્સાહિત કરવા રસીકરણના મહત્વ વિશે વાત કરવા અપીલ કરી છે. મન કી બાતના છેલ્લા એપિસોડમાં પીએમ મોદીએ કોવિડ -19 સામેની લડતમાં મોખરે હેલ્થ કેર કર્મચારીઓ સાથે વાત કરી હતી અને રસી લેવામાં મૂંઝવણ સહિતના વિષયો અંગે સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ એમ્બ્યુલન્સ ડ્રાઈવર પ્રેમ વર્મા સાથે પણ વાત કરી હતી કારણ કે તેમણે લેબ ટેક્નિશિયન જેવા અન્ય ફ્રન્ટલાઈન કામદારોના પ્રયત્નોની પ્રશંસા કરી હતી.

રસી લીધા પછી પણ લોકોને કોરોના વાયરસથી ચેપ લાગવાના અહેવાલ પર પીએમ મોદીએ કહ્યું કે જો કોઈને રસી આપવામાં આવે તો તે ચેપ લાગી શકે છે. પરંતુ રોગની ગંભીરતા એટલી વધારે નહીં હોય.તેમણે એમ પણ કહ્યું કે કોરોનાની બીજી લહેર આપણા ધૈર્ય અને પીડા સહન કરવાની ક્ષમતાનું પરીક્ષણ કરી રહી છે.

Published On - 8:36 pm, Sat, 29 May 21