West Begnal Election Result 2021: મમતા બેનર્જી 5 મેના રોજ રાજભવનમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે, ત્રીજી વખત મુખ્યમંત્રી બનશે

|

May 03, 2021 | 5:56 PM

West Begnal Election Result 2021:  પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી સુપ્રીમો Mamata Banerjee  5 મેના રોજ રાજભવન ખાતે બંગાળના આગામી સીએમ  તરીકે શપથ લેશે. મમતા બેનર્જી સતત ત્રીજી વાર પશ્ચિમ બંગાળના સીએમ તરીકે શપથ ગ્રહણ કરશે.

West Begnal Election Result 2021: મમતા બેનર્જી 5 મેના રોજ રાજભવનમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે, ત્રીજી વખત મુખ્યમંત્રી બનશે
મમતા બેનર્જી સતત ત્રીજી વાર પશ્ચિમ બંગાળના સીએમ તરીકે શપથ ગ્રહણ કરશે

Follow us on

West Begnal Election Result 2021:  પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી સુપ્રીમો Mamata Banerjee  5 મેના રોજ રાજભવન ખાતે બંગાળના આગામી સીએમ  તરીકે શપથ લેશે. મમતા બેનર્જી સતત ત્રીજી વાર પશ્ચિમ બંગાળના સીએમ તરીકે શપથ ગ્રહણ કરશે.  જ્યારે 6 મેથી પ્રોટેમ સ્પીકર બિમન બેનર્જી નવા ચૂંટાયેલા ધારાસભ્યોને તમામ ધારાસભ્યોને શપથ ગ્રહણ અપાવશે અને વિધાનસભાના અધ્યક્ષ તરીકે બિમન બેનર્જી ફરીથી ચૂંટવામાં આવશે. આજે મમતા બેનર્જી સાંજના સાડા છ વાગ્યે રાજ્યપાલ જગદીપ ધનખડને મળશે અને પક્ષ દ્વારા લેવામાં આવેલા નિર્ણયની જાણ કરશે.

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં વિજય બાદ ટીએમસી સુપ્રીમો Mamata Banerjee એ તાપસિયામાં પાર્ટી કાર્યાલય ખાતે પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ટીએમસીના સાંસદ અભિષેક બેનર્જી અને ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર પણ હાજર હતા. મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) એ પશ્ચિમ બંગાળમાં 292 બેઠકો પર યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં 213 બેઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે 200 બેઠકો પર વિજયનો દાવો કરનાર ભાજપ માત્ર 77 બેઠકોથી જીત મેળવી છે. જો કે ગત વિધાનસભા ચુંટણી 2016 માં ભાજપ પાસે માત્ર ત્રણ બેઠકો જ હતી.

ટીએમસીએ મમતા બેનર્જીને વિધાનસભા પક્ષના નેતા તરીકે પસંદ કર્યા

Popcorn : પોપકોર્નના ફાયદા છે ગજબ! પણ આ રીતે ખાશો તો થઈ શકે છે નુકસાન
આજનું રાશિફળ તારીખ : 22-12-2024
નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો

ટીએમસીના જનરલ સેક્રેટરી પાર્થ ચેટર્જીએ કહ્યું કે ચૂંટાયેલા ધારાસભ્યોએ Mamata Banerjee ને સર્વાનુમતે પશ્ચિમ બંગાળ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટ્યા હતાં. અમે તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ. નબળી શારીરિક સ્થિતિ હોવા છતાં તેઓએ બંગાળના લોકોની સુરક્ષા માટે ભારતના લોકોની રક્ષા માટે લડત લડી છે. બધા માટે એક થઈને લડ્યા છે. તેથી વિધાનસભા પક્ષે તેમનો આભાર વ્યક્ત કર્યો છે.

ધારાસભ્યોને કોવિડ પ્રોટોકોલને પ્રાધાન્ય આપવાનો નિર્દેશ

મમતા બેનર્જીએ ધારાસભ્યો સાથેની બેઠકમાં કોવિડ રોગચાળા પર નિયંત્રણ રાખવા પ્રાધાન્ય આપવાનો નિર્દેશ આપ્યો છે. આ વિસ્તારમાં જાગૃતિ ફેલાવવા અને સ્થાનિક લોકોને મદદ કરવા નિર્દેશ આપ્યો છે. મમતા બેનર્જીએ પહેલેથી જ કહ્યું છે કે કોવિડના કારણે નાના અને સાદા સમારોહમાં શપથ લેશે. કોવિડની નાબૂદી બાદ બ્રિગેડ ગ્રાઉન્ડ ખાતે એક સમારોહ યોજવામાં આવશે.

Published On - 5:50 pm, Mon, 3 May 21

Next Article