પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રીની શપથ લીધા બાદ મમતા બેનર્જી (Mamta Banerjee)એ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) દ્વારા પાઠવેલા અભિનંદનનો આભાર માન્યો હતો. એ સાથે જ વિશ્વાસ આપ્યો હતો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે મળીને કોરોના મહામારી સામે લડશે. આપણે જણાવી દઈએ કે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ મમતા બેનર્જીને ત્રીજી વાર મુખ્ય મંત્રી બનવા પર ટ્વિટ કરીને આભાર માન્યો હતો. આ સાથે સાથે મમતા બેનર્જીએ દેશમાં તમામને ફ્રી વેક્સિન આપવાની માંગ કરી છે.
મમતા બેનર્જીએ CM પદની શપથ લઈને સીધી રાજ્ય સચિવાલય પહોચી હતી અને ત્યાં અધિકારીઓએ સાથે કોરોના પરિસ્થિતિને લઈને બેઠક કરી હતી. સીએમએ પીએમ મોદીને પત્ર લખીને તેને અભિનંદન પાઠવ્યા બદલ આભાર માન્યો હતો અને ટ્વિટ કરીને પણ જાણકારી આપી હતી.
Thank you @narendramodi ji for your wishes.
I look forward to the Centre’s sustained support keeping the best interest of WB in mind.
I extend my full cooperation & hope together we can fight this pandemic amid other challenges & set a new benchmark for Centre-State relations. https://t.co/DORcTPb2UG
— Mamata Banerjee (@MamataOfficial) May 5, 2021
મમતા બેનર્જીએ પોતાની ટ્વિટમાં કહ્યું કે કે તે નરેન્દ્ર મોદીના અભિનંદન માટે આભાર માને છે. તથા પશ્ચિમ બંગાળના હિતને ધ્યાનમાં રાખીને નિરંતર સહયોગની અપેક્ષા કરે છે. હું કેન્દ્ર સરકારને સંપૂર્ણ સહયોગનું આસ્વાસન આપું છું અને આપણે કોરોના મહામારી વચ્ચે આવતી તમામ મુશ્કેલીઓનો સાથે મળીને સામનો કરશું. અને રાજ્ય અને કેન્દ્રના સહયોગને લઈને એક નવો વિક્રમ સ્થાપિત કરશું.
બંગાળને મળ્યા રેમડેસીવીર
મમતા બેનરજીએ પીએમને લખેલા પત્રમાં લખ્યું કે તેને પહેલા 24 ફેબ્રુઆરીએને પત્ર લખીને વેક્સિન ખરીદવાની વાત કહી હતી. જેથી રાજ્ય સરકાર રાજ્યના તમામ નાગરિકોને ની:શુલ્ક વેક્સિન આપી શકે. તેને પત્રમાં લખ્યું છે કે કોરોના મહામારીની ગંભીરતાને જોતાં કોરોના રસી તમામ નાગરિકોને મફતમાં આપવી જોઈએ. વર્તમાનમાં વેક્સિનનો જથ્થો પૂરતો છે નહીં અને 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવી મુશ્કેલ છે.
આ પણ વાંચો : ખેડૂતોને થઈ શકે છે મુશ્કેલી, રાજ્યમાં સરકારી કંપનીઓએ ઉત્પાદન બંધ કરતાં ખાતરની અછત સર્જાઈ
Published On - 6:15 pm, Wed, 5 May 21