West Bengal Election 2021: PM મોદી પર ભડક્યા મમતા બેનર્જી, કહ્યું – શું તમે ભગવાન છો?

પશ્ચિમ બંગાળની ચૂંટણીના હજુ 6 ચરણ બાકી છે ત્યારે નરેન્દ્ર મોદીએ દાવો કર્યો હતો કે બંગાળમાં ભાજપ જીતશે. જેના પર મમતાએ વળતો પ્રહાર કર્યો છે.

West Bengal Election 2021: PM મોદી પર ભડક્યા મમતા બેનર્જી, કહ્યું - શું તમે ભગવાન છો?
મમતા Vs મોદી
| Updated on: Apr 05, 2021 | 11:09 AM

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થવાનો દાવો કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર રવિવારે ટીએમસીના ચીફ મમતા બેનર્જીએ હુમલો કર્યો છે. તેમણે ટકોર કરી હતી કે 6 તબક્કાની ચૂંટણી યોજાવાની હજુ બાકી છે. આ પહેલા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના વિજયનો દાવો કરી રહ્યા છે. તે ‘ભગવાન’ છે કે ‘મહામાનવ’? આઈએસએફના વડા અબ્બાસ સિદ્દીકીનું નામ લીધા વિના મમતાએ આરોપ લગાવ્યો કે ભાજપ તેમને લઘુમતી મતો તોડવા માટે પૈસા આપી રહી છે.

તમને જણાવી દઈએ કે વડા પ્રધાન મોદીએ શનિવારે એક ચૂંટણી સભામાં કહ્યું હતું કે તેઓ પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકારના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેશે અને અહિયાં વહેલી તકે વડાપ્રધાન કિસાન નિધિ યોજના લાગુ કરવા કહેશે. આ નિવેદનના સંદર્ભમાં બેનર્જીએ કહ્યું, ‘તમે (મોદી) પોતાને શું સમજો છો? તમે ભગવાન છો કે સુપરમેન (મહામાનવ) ? ‘ સિદ્દીકીનો પરોક્ષ રોતે ઉલ્લેખ કરતા બેનર્જીએ કહ્યું હતું કે, “એક નવો વ્યક્તિ આવી ગયો છે જે રાજ્યમાં લઘુમતી મતોનું વિતરણ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે અને તેને ભાજપ તરફથી નાણાં મળી રહ્યા છે.”

સિદ્દીકીને લઈને ભાજપ પર હુમલો

જણાવી દઈએ કે સિદ્દીકીની આગેવાનીવાળી આઈએસએફનું સીપીએમ અને કોંગ્રેસ સાથે જોડાણ છે. બેનર્જીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “તેઓ સાંપ્રદાયિક નિવેદન આપી રહ્યા છે પરંતુ તેની કોઈ અસર નહીં થાય.” તેમણે દાવો કર્યો હતો કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી પંચને રાજ્યના પોલીસ અધિકારીઓની બદલી માટે નિર્દેશ આપી રહ્યા છે.

પી.એમ.એ મમતાને ટોણો માર્યો

નોંધપાત્ર વાત એ છે કે, શનિવારે પીએમ મોદીએ મુખ્ય પ્રધાનની ટીકા કરતાં કેટલાક તૃણમૂલ નેતાઓનો હવાલો આપ્યો હતો જેમનો દાવો છે કે બેનર્જી વારાણસીથી 2024 ની લોકસભાની ચૂંટણી લડી શકે છે. વડાપ્રધાને કહ્યું કે આનાથી સાબિત થાય છે કે દીદી (બેનર્જી) એ હાર સ્વીકારી લીધી છે. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે બાંગ્લાદેશના પહેલા વડા પ્રધાન શેખ મુજીબુર રહેમાનની શતાબ્દી જયંતિ પ્રસંગે મોદીની પડોશી દેશની મુલાકાતના કારણે ત્યાં રમખાણો ફેલાઈ ગયા છે.

 

આ પણ વાંચો: એક ભક્તિ આવી પણ: શિવ સ્વરૂપ ભગવાન કોરગજ્જાનો મુસ્લિમ ભક્ત, બનાવ્યું મંદિર અને કરે છે પૂજા

Published On - 11:08 am, Mon, 5 April 21