
બીજેપીએ હવે મહિલા અને યુવા મતદારોને ધ્યાનમાં રાખીને ખાસ ચૂંટણી સમાગ્રી રાજ્યના 50 હજાર બુથો ઉપર મોકલવાની શરુઆત કરી છે. જેમાં ગળામાં પહેરવાની માળાથી માંડી વાળમાં લગાવવાના બક્કલ, મોબાઇલ કવરથી માંડી વડા પ્રધાન નરેન્દ્રમોદી અને બીજેપીના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહના માસ્ક પણ પહોચાડવામા આવી રહ્યા છે.
મહિલાઓ માટે ગળામાં પહેરવાની માળા હોય કે નાનું પાકિટ, હેયર બેન હોય કે સાડી પીન આ તમામ વસ્તુઓ બીજેપીના ચૂંટણી પ્રચાર માટે તૈયાર કરાઇ છે. કમળ અને ભગવા રંગમાં રંગાયેલી અને કમળના આકાર પ્રકારની આ સામગ્રીઓ હાલ બીજેપી ઇલેક્શન પ્રચારમાં ઉપયોગ કરશે. બીજેપી આ વખતે મહિલાઓ અને યુવાઓને ખાસ ટાર્ગેટ કરીને સમાગ્રીઓ બનાવડાવી છે. જેમાં કમળ સ્પીન્ડલ, કમળ પેન્ડન્ટ, હાથમાં પહેરાવાના ટાઇ,બકલ ટી શર્ટ, હેન્ડ બેલ્ટ વિગેરેનો સમાવેશ થાય છે. 51 પ્રકારની વસ્તુઓ બનાવાઇ છે. પાર્ટી રાજ્યના 50 હજાર બુૂથો ઉપર આ સમાગ્રી મોકલીને મતદારોને સીધા આકર્ષવાનો પ્રયત્ન કરશે.
ખાસ કરીને આ સમગ્રીમાં મોદી માસ્કનો ક્રેઝ હમેશાથી રહે છેતો મૈ ભી ચોકીદાર અને મોદી અગેનના ટીશર્ટ પણ યુવાઓમાં લોકપ્રિય રહેશે. ચોકીદાર લખેલી વસ્તુઓ પણ કાર્યકર્તાઓમાં આકર્ષણનો કેન્દ્ર છે. આમ તો બીજેપી હમેશાથી આવી સમગ્રીઓ પોતાના કાર્યકર્તાઓના માધ્યમથી મોકલતી હોય છે. તે જ આકારના લોકોપયોગી વસ્તુઓનો ઉપયોગ થાય છે. જેથી મતદારો તેને જોઇને તેનો ઉપયોગ કરે અને બીજેપીને મત આપે.
આમ તો દર વખતે બીજેપી આવી વસ્તુઓ મોકલે છે પણ જે રીતે એક ખાસ પ્રકારની મહિલાઓ માટે માળા બનાવી છે. તેને મંગળસુત્ર હોવાનુ કહીને વિરોધ પક્ષ વગોવી ચુક્યો છે. સાથે આવી સામગ્રીઓ લાલચ રુપે પણ અપાય છે તેવા આરોપો લાગવાની ઇલેક્શન કમિશનમાં ગત વખતે ફરિયાદ પણ કોગ્રેસ અને એનસીપીએ કર્યા હતા. ત્યારે આ વખતે પાર્ટી આવી સામગ્રી ઉપર 50 કરોડ ઉપરાંતના નાણાં ખર્ચી રહી છે. જેથી મતદારોમાં એક આકર્ષણ જમાવી શકાય.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 6:16 pm, Wed, 3 April 19