અડવાણીને ગાંધીનગર બેઠક પરથી ટિકિટ ન મળતાં કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર સાધ્યું નિશાન, વૃદ્ધોનો આદર નથી ત્યાં જનતાનાં વિશ્વાસનો આદર કઇ રીતે ?

|

Mar 22, 2019 | 2:26 PM

લોકસભાની ચૂંટણી માટે આખરે ભાજપની પ્રથમ યાદી જાહેર થઇ છે. જેની સાથે જ પાર્ટીના સૌથી વરિષ્ઠ નેતાઓમાં સ્થાન ધરાવતાં લાલકૃષ્ણ અડવાણીને ગાંધીનગર લોકસભા સીટ પરથી આ વખતે ટિકિટ આપવામાં આવી નથી. જેના માટે કોંગ્રેસ તરફથી ભાજપની ટીકા કરવામાં આવી છે. આ પણ વાંચો : સલમાન ખાને લોકસભાની ચૂંટણી લડવા અંગે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કર્યો […]

અડવાણીને ગાંધીનગર બેઠક પરથી ટિકિટ ન મળતાં કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર સાધ્યું નિશાન, વૃદ્ધોનો આદર નથી ત્યાં જનતાનાં વિશ્વાસનો આદર કઇ રીતે ?

Follow us on

લોકસભાની ચૂંટણી માટે આખરે ભાજપની પ્રથમ યાદી જાહેર થઇ છે. જેની સાથે જ પાર્ટીના સૌથી વરિષ્ઠ નેતાઓમાં સ્થાન ધરાવતાં લાલકૃષ્ણ અડવાણીને ગાંધીનગર લોકસભા સીટ પરથી આ વખતે ટિકિટ આપવામાં આવી નથી. જેના માટે કોંગ્રેસ તરફથી ભાજપની ટીકા કરવામાં આવી છે.

આ પણ વાંચો : સલમાન ખાને લોકસભાની ચૂંટણી લડવા અંગે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કર્યો ખુલાસો, કોંગ્રેસ નેતાનો દાવો પોકળ સાબિત થયો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૃદ્ધોનો આદર નથી કરતા તો જનતાનાં વિશ્વાસનું સન્માન શું કરશે ? કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને કહ્યું છે કે, ‘પહેલાં અડવાણીને જબરદસ્તી ‘માર્ગદર્શક’ મંડળમાં મોકલ્યા અને હવે તેમની સંસદીય સીટ પણ લઇ લીધી. જ્યારે પીએમ મોદી વૃદ્ધોનો આદર નથી કરી શકતા તો તેઓ જનતાનાં વિશ્વાસનો આદર કઇ રીતે કરશે? ભાજપ ભગાઓ, દેશ બચાવો.’

નોંધનીય છે કે ભાજપે ગુરૂવારે સાંજે લોકસભા ચૂંટણી માટે પોતાનાં ઉમેદવારોની પહેલી સૂચી જાહેર કરી છે. ગાંધીનગરમાં આ વખતે અડવાણીના સ્થાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ટિકિટ આપવામાં આવી છે. હાલમાં ગાંધીનગરથી ભાજપનાં દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી સાંસદ છે તેઓ આ સીટ પરથી 1998થી ચૂંટણીમાં ચૂંટાઇ આવે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:26 am, Fri, 22 March 19

Next Article