Dang: ચૂંટણી પહેલા કૉંગ્રેસને મોટો ઝટકો, 3 બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા

|

Feb 16, 2021 | 12:07 PM

કૉંગ્રેસના ગઢ ગણાતા ડાંગ જિલ્લામાં ચૂંટણી પહેલા જ કૉંગ્રેસને મોટો ઝટકો મળ્યો છે. 3 બેઠક પર ભાજપની બિનહરીફ જીત થઈ છે. આહવા-2 જિલ્લા પંચાયતની સીટ, દગડીઆંબા જિલ્લા પંચાયતની સીટ અને સુબિર તાલુકા પંચાયતની દહેર બેઠક પર ભાજપ બિનહરીફ જાહેર થયું છે.

કૉંગ્રેસના ગઢ ગણાતા ડાંગ જિલ્લામાં ચૂંટણી પહેલા જ કૉંગ્રેસને મોટો ઝટકો મળ્યો છે. 3 બેઠક પર ભાજપની બિનહરીફ જીત થઈ છે. આહવા-2 જિલ્લા પંચાયતની સીટ, દગડીઆંબા જિલ્લા પંચાયતની સીટ અને સુબિર તાલુકા પંચાયતની દહેર બેઠક પર ભાજપ બિનહરીફ જાહેર થયું છે. જેના કારણે ડાંગ જિલ્લામાં કૉંગ્રેસના અસ્તિત્વ સામે જ ખતરો તોળાયો છે. ઉમેદવારી ફોર્મ ચકાસતી વખતે સુબિર તાલુકાની દહેર સીટના કૉંગ્રેસના ઉમેદવારનું નામ મતદાર યાદીમાં ન હોવાથી તેઓ ઉમેદવાર તરીકે ગેરલાયક ઠર્યા. બીજીતરફ આહવા-2 જિલ્લા પંચાયતના ભાજપના હેતલ ચૌધરીની સામે કૉંગ્રેસના કાશી કુંવરે ફોર્મ પાછું ખેંચી લીધુ. જ્યારે દગડીઆંબા જિલ્લા પંચાયત સીટ પર ભાજપના નિર્મળાબેન સામે કૉંગ્રેસના ઉમેદવાર વનીતા વાઘેરાએ ફોર્મ પરત ખેંચી લેતા ત્રણેય સીટ પર ભાજપે કબ્જો કર્યો છે. આ સાથે જ ભાજપે કૉંગ્રેસના સૂપડા સાફ કરી નાખવાનો દાવો કર્યો છે.

Next Video