Local body polls 2021 : Dangના સ્થાનિકો પ્રાથમિક સુવિધાથી વંચિત, સમસ્યાના નિરાકરણની અપીલ

|

Feb 08, 2021 | 9:50 PM

Local body polls 2021 :Dangના સ્થાનિકો પ્રાથમિક સુવિધાઓના અભાવની સમસ્યાથી પરેશાન છે.

Local body polls 2021માં  Dangમાં  ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સીધો જંગ જામવાનો છે. જો કે, આ વખતે લોકો વર્ષો જૂના પ્રશ્નોનું નિરાકરણ માગી રહ્યા છે. આ જિલ્લામાં 95 ટકા આદિવાસી વસતી છે.જો કે, પ્રજા રસ્તા, પાણીની સમસ્યાથી ત્રસ્ત છે. છેવાડાના ગામડાંઓમાં આજે પણ પીવાના પાણી માટે મહિલાઓને કિલોમીટરો સુધી બેડાં લઈને જવું પડે છે. વાત શહેરોની કરીએ તો, અહીં વેપારીઓ અને નાના ફેરિયાઓની સમસ્યાઓને અંત તેઓ માગી રહ્યા છે.રખડતા ઢોરનો પ્રશ્ન પણ જેમનો તેમ છે.યોગ્ય બજારનો પણ આહવામાં અભાવ છે. આ માગ પર ધ્યાન નહીં અપાતું હોવાનો આરોપ છે.

Next Video