LOCAL BODY POLL : આવતીકાલે મતદાનનો દિવસ, તમામ જિલ્લાઓમાં ચૂંટણી પંચે તૈયારીઓ પૂર્ણ કરી

|

Feb 27, 2021 | 7:13 PM

LOCAL BODY POLL : પોરબંદર, કચ્છ, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લા ચૂંટણી વિભાગે આવતીકાલના મતદાન માટેની તૈયારીઓ પૂર્ણ કરી છે.

LOCAL BODY POLL : પોરબંદર, કચ્છ, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લા ચૂંટણી વિભાગે આવતીકાલના મતદાન માટેની તૈયારીઓ પૂર્ણ કરી છે.પોરબંદર ચૂંટણી વિભાગે ઇવીએમ સહિતની ચૂંટણી સામગ્રી અધિકારીઓને સોંપી.તો કચ્છની 40 જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 5 પાલિકા માટે મતદાન યોજશે.190 બેઠકો પર થનારા મતદાન માટે કુલ 1,895 મતદાન કેન્દ્રો તૈયાર કરાયા છે.તો સાબરકાંઠામાં જિલ્લા, તાલુકા પંચાયત અને પાલિકાની ચૂંટણી માટે તંત્રએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે.સાથે જ પોલીસ વિભાગે પણ જિલ્લામાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે.જ્યારે મહેસાણા જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 4 પાલિકાની ચૂંટણી યોજાશે.જેના માટે કુલ 1,814 મતદાન મથકો તૈયાર કરાયા છે. જ્યારે 12,443 કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં ફરજ નિભાવશે.

 

Published On - 6:55 pm, Sat, 27 February 21

Next Video