Local Body poll 2021: ભાજપે લીગલ સેલ કર્યું એક્ટિવ, વોર્ડ દીઠ 2 એડવોકેટને સોંપાઈ ખાસ જવાબદારી

|

Feb 02, 2021 | 3:18 PM

Local Body poll 2021 સ્થાનિક સ્વરાજની ચુંટણીના રણશિંગા ફૂંકાતાની સાથે જ દરેક પક્ષો તડામાર તૈયારીઓમાં લાગી ચૂક્યા છે.

Local Body poll 2021: ભાજપે લીગલ સેલ કર્યું એક્ટિવ, વોર્ડ દીઠ 2 એડવોકેટને સોંપાઈ ખાસ જવાબદારી
BJP Legal Cell

Follow us on

Local Body poll 2021 સ્થાનિક સ્વરાજની ચુંટણીના રણશિંગું ફૂંકાતાની સાથે જ દરેક પક્ષો તડામાર તૈયારીઓમાં લાગી ચૂક્યા છે. ત્યારે ભાજપે નવા નિયમો જાહેર કરીને ઘણા પીઢ નેતાઓના પત્તા કાપ્યા છે તો સામે નવા ચહેરાઓને ચુંટણી મેદાને ઉતારવાનો રસ્તો પણ ચોખ્ખો કરી દીધો છે. આ સાથે જ BJPએ પોતાની Legal cell પણ કડક સૂચનાઓ આપી દીધી છે કોઈ પણ કારણસર ઉમેદવારી પત્ર રિજેક્ટ ના થાય તેની જવાબદારીઓ સોંપી છે.

6 મનપા સહિત તાલુકા તથા જિલ્લા પચાયત માટે 500 વકીલોની ટીમ કરાઈ તૈયાર છે. ઝોન વાઇસ લીગલ સેલની બેઠકમાં ખાસ સૂચનો આપવામાં આવ્યા હતા કે ભાજપના ઉમેદવારોના ફોર્મ ભરવામાં કોઈ ચૂક ન થવી જોઈએ. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લીગલ સેલ દ્વારા નક્કી કરાયેલા ઉમેદવાર સાથે વકીલની ટીમ સ્ટેન્ડ બાય રહેશે. કોઈ પણ ટેક્નિકલ અથવા કાયદાકીય કારણસર ઉમેદવાર નું ફોર્મ રદ ના થાય એવી પક્ષ દ્વારા લીગલ સેલ ને કડક સૂચના અપાઈ છે. ભાજપ ના નવા નિયમો પ્રમાણે અનેક નવા ચેહરા આ વખતે ભરી શકે છે ફોર્મ. કોઈ કાયદાકીય ગૂંચ ના આવે એ માટે લીગલ સેલ ને પણ એક્ટિવ કરાયું છે.

Next Article