નેતાઓને કેમ નથી લડવી ચૂંટણી ? રાજકોટના કેટલાક નેતાઓએ વ્યક્ત કરી સ્થાનિક ચૂંટણી નહીં લડવાની ઇચ્છા

રાજકોટમાં મનપાની ચૂંટણી પહેલા સામે આવ્યા સૌથી મોટા સમાચાર. આપને જાણીને નવાઇ લાગશે કે રાજકોટ ભાજપના ખમતીધર નેતાઓએ અત્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નહીં લડવાની ઇચ્છા વ્યક્ત કરી દીધી છે. આ એજ નેતાઓ છે જે અગાઉ ચૂંટણી પહેલા ટિકિટ માટે પડાપડી કરતા હતા. જોકે આ વખતે તેઓએ અગાઉથી જ ચૂંટણી લડવાનો નનૈયો ભણી રહ્યા છે.ચૂંટણી નહીં […]

નેતાઓને કેમ નથી લડવી ચૂંટણી ? રાજકોટના કેટલાક નેતાઓએ વ્યક્ત કરી સ્થાનિક ચૂંટણી નહીં લડવાની ઇચ્છા
| Updated on: Dec 18, 2020 | 7:33 PM

રાજકોટમાં મનપાની ચૂંટણી પહેલા સામે આવ્યા સૌથી મોટા સમાચાર. આપને જાણીને નવાઇ લાગશે કે રાજકોટ ભાજપના ખમતીધર નેતાઓએ અત્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નહીં લડવાની ઇચ્છા વ્યક્ત કરી દીધી છે. આ એજ નેતાઓ છે જે અગાઉ ચૂંટણી પહેલા ટિકિટ માટે પડાપડી કરતા હતા. જોકે આ વખતે તેઓએ અગાઉથી જ ચૂંટણી લડવાનો નનૈયો ભણી રહ્યા છે.ચૂંટણી નહીં લડવાનું મન બનાવ્યું હોય તેવા નેતાઓની જો વાત કરીએ તો પૂર્વ મેયર બીના આચાર્ય અને જયમીન ઉપાધ્યાય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદય કાનગડ, ભાજપ નેતા કશ્યપ શુક્લા, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો સમાવેશ થાય છે. આ તમામ નેતાઓએ આડકતરી રીતે ચૂંટણી નહીં લડવાની ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે. જોકે અચાનક નેતાઓની બદલાયેલી માનસિકતા અંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ સ્પષ્ટતા કરી કે ચૂંટણી લડવી કે ન લડવી તે અંગે આખરી નિર્ણય મોવડી મંડળ કરશે.

Published On - 6:32 pm, Fri, 18 December 20