મોડે મોડે ગુજરાત સરકારે કરી જાહેરાત, ખાદીના વેચાણ પર અપાશે 20 ટકા વળતર

ગુજરાત સરકારે આગામી 5 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી ખાદીના વેચાણમાં 20 ટકા વળતર આપવાની જાહેરાત કરી છે. સામાન્ય રીતે ગુજરાત સરકાર બીજી ઓક્ટોબર પૂર્વે જ ખાદીના વેચાણ ઉપર વળતર આપવાની જાહેરાત કરતી હોય છે. પરંતુ આ વર્ષે 1લી ઓક્ટોબર સુધી સત્તાવાર કોઈ જાહેરાત ના કરતા, ખાદી ઉદ્યોગ સાથે સંકળાયેલા સૌ કોઈએ વળતર બાબતે ચિંતા કરવા […]

મોડે મોડે ગુજરાત સરકારે કરી જાહેરાત, ખાદીના વેચાણ પર અપાશે 20 ટકા વળતર
| Updated on: Oct 02, 2020 | 12:41 PM

ગુજરાત સરકારે આગામી 5 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી ખાદીના વેચાણમાં 20 ટકા વળતર આપવાની જાહેરાત કરી છે. સામાન્ય રીતે ગુજરાત સરકાર બીજી ઓક્ટોબર પૂર્વે જ ખાદીના વેચાણ ઉપર વળતર આપવાની જાહેરાત કરતી હોય છે. પરંતુ આ વર્ષે 1લી ઓક્ટોબર સુધી સત્તાવાર કોઈ જાહેરાત ના કરતા, ખાદી ઉદ્યોગ સાથે સંકળાયેલા સૌ કોઈએ વળતર બાબતે ચિંતા કરવા સાથે સરકારી વ્યવસ્થાની ટીકા કરી હતી. જો કે ગુજરાત સરકારે આજે ખાદી ઉપર 20 ટકા વળતર આપવાની સત્તાવાર જાહેરાત કરતા ખાદી ઉદ્યોગ સાથે સંકળાયેલા સૌ કોઈએ રાહત અનુભવી હતી. ગુજરાત સરકારની જાહેરાતને પગલે, ખાદી વણાટ અને ખાદી વસ્ત્ર ઉદ્યોગ દ્વારા આજીવિકા મેળવતા ગ્રામીણ પરિવારોને આર્થિક ટેકો મળી રહેશે.

 

આ પણ વાંચોઃકૃષિ બિલ અને ફી માફીમાં રાહત મુદ્દે ગુજરાત કોંગ્રેસનું રાજ્યભરમાં સરકાર વિરૂદ્ધ પ્રદર્શન, ધાનાણીની અટકાયત કરાતા ઝપાઝપીના દ્રશ્યો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો