KHEDA : ડાકોર નગરપાલિકાના પૂર્વ મહિલા ઉપપ્રમુખ જ્યોત્સના પટેલ ભાજપમાંથી સસ્પેન્ડ

|

Feb 01, 2021 | 4:21 PM

KHEDA : આ અગાઉ 3 માર્ચ 2018મા ડાકોર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં પક્ષના આદેશનું ઉલ્લંઘન કરતાં નગરપાલિકાના 7 સભ્યોને પણ પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા હતા.

KHEDA : ખેડામાં ડાકોર નગરપાલિકાના પૂર્વ મહિલા ઉપપ્રમુખ વિરૂદ્ધ જિલ્લા ભાજપે મોટી કાર્યવાહી કરી છે. ડાકોર નગરપાલિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ડાકોર નગરપાલિકાના પૂર્વ મહિલા ઉપપ્રમુખ જ્યોત્સના પટેલે પક્ષ વિરૂદ્ધ મતદાન કર્યું હતું. જ્યોત્સના પટેલની આ પક્ષ વિરોધી પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને પક્ષાંતર ધારા હેઠળ જજ ડી.જે.રાવલે સભ્ય પદેથી સસ્પેન્ડ કર્યા છે. આ અગાઉ 7 સભ્યોને પણ પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા હતા.

3 માર્ચ 2018મા ડાકોર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં પક્ષના આદેશનું ઉલ્લંઘન કરતાં આકરી કાર્યવાહી કરવામાં આવી છે. ડાકોર ભાજપના 7 નગરપાલિકા સભ્યોને સામે શિસ્તભંગનાં ભાગ રૂપે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરતા નગરમાં ચકચાર મચી હતી. પ્રમુખ રાજેશ પટેલ સહિત અન્ય 3 સભ્યોએ પક્ષના નિર્ણયના અમલીકરણ માટે તમામ 7 સભ્યોને ગેરલાયક ઠેરવી સભ્યપદ રદ કરવા શહેરી વિકાસ વિભાગમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં આ તમામ 7 સભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ હવે ડાકોર નગરપાલિકાના પૂર્વ મહિલા ઉપપ્રમુખ જ્યોત્સના પટેલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Published On - 3:24 pm, Mon, 1 February 21

Next Video