મુખ્યમંત્રી એચ.ડી કુમારાસ્વામી અમેરિકા અને કર્ણાટકમાં સરકાર ડગમગી, 11 MLAના રાજીનામા

|

Jul 06, 2019 | 3:23 PM

કર્ણાટકમાં જેડીએસ અને કોંગ્રેસની ગઠબંધન સરકાર સંકટમાં આવી ચૂકી છે. કર્ણાટક કોંગ્રેસના 8 અને જેડીએસના 3 ધારાસભ્યએ રાજીનામા ધરી દીધા છે. નારાજ ધારાસભ્યો પહેલા વિધાનસભા સ્પિકરને મળવા પહોંચ્યા હતા. પરંતુ સ્પિકર તેમના ઘરે હાજર નહોતા. જે બાદ તમામ ધારાસભ્યો રાજ્યપાલ વજુભાઈ વાળાને મળવા માટે પહોંચ્યા હતા. વિધાનસભા સ્પિકરે કહ્યું કે, તેઓ વ્યક્તિગત કામથી બહાર હતા. […]

મુખ્યમંત્રી એચ.ડી કુમારાસ્વામી અમેરિકા અને કર્ણાટકમાં સરકાર ડગમગી, 11 MLAના રાજીનામા

Follow us on

કર્ણાટકમાં જેડીએસ અને કોંગ્રેસની ગઠબંધન સરકાર સંકટમાં આવી ચૂકી છે. કર્ણાટક કોંગ્રેસના 8 અને જેડીએસના 3 ધારાસભ્યએ રાજીનામા ધરી દીધા છે. નારાજ ધારાસભ્યો પહેલા વિધાનસભા સ્પિકરને મળવા પહોંચ્યા હતા. પરંતુ સ્પિકર તેમના ઘરે હાજર નહોતા. જે બાદ તમામ ધારાસભ્યો રાજ્યપાલ વજુભાઈ વાળાને મળવા માટે પહોંચ્યા હતા. વિધાનસભા સ્પિકરે કહ્યું કે, તેઓ વ્યક્તિગત કામથી બહાર હતા. પણ સાથે 11 રાજીનામાની પુષ્ટી પણ કરી છે. તો સાથે જણાવ્યું કે, આવતીકાલે રવિવાર હોવાથી સોમવારે આ મામલે કામગીરી હાથ ધરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

આ પણ વાંચોઃ દુનિયામાં પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોના દિવસ પૂરા થઈ જશે! E-Carનો ફાયદો નહીં પણ છે મહાફાયદો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

11 સહિત અન્ય પણ એક ધારાસભ્ય છે જે પણ રાજીનામું આપી શકે છે. ત્યારે કુમારાસ્વામીની અધ્યક્ષતામાં ચાલતી સરકાર બહુમતી ગુમાવી શકે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. સાથે મહત્વની બાબત છે કે, મુખ્યમંત્રી એચ.ડી કુમારાસ્વામી ખુદ દેશમાં હાજર નથી. કુમારાસ્વામી હાલ અમેરિકા ખાતે ગયા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

બીજી તરફ કોંગ્રેસના સંકટમોચક ડી.કે શિવકુમારે 3 નારાજ ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. ત્યારે કર્ણાટક કોંગ્રેસના પ્રભારી વેણુગોપાલ પણ બેગ્લુરુ પહોંચ્યા છે. તે સહિત અન્ય નેતાઓ પોતાના ધારાસભ્યોને મનાવી રહ્યા છે. તો બીજી તરફ કુમારાસ્વામી તુરંત અમેરિકાથી પરત ફરી રહ્યા છે.

224 સદસ્યોની વિધાનસભામાં કોંગ્રેસના 79 ધારાસભ્ય છે જ્યારે જેડીએસ પાસે 37 MLA છે. માયવતીની પાર્ટી બીએસપીના એક ધારાસભ્યની સાથે સરકારના સમર્થનમાં કુલ 116 ધારાસભ્યો છે. જ્યારે ભાજપ પાસે 105 ધારાસભ્યો છે. અને બહુમતી માટે 113 ધારાસભ્યોની જરૂર છે.

Next Article