Uttar Pradesh : ભાજપમાં જોડાયા બાદ Jitin Prasada ની પ્રથમ પ્રતિક્રિયા, કોંગ્રેસને લઇને કહી આ વાત

|

Jun 09, 2021 | 5:07 PM

Uttar Pradesh :  ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારા વિધાનસભા ઇલેક્શન પૂર્વે જ અત્યારથી જ રાજકારણ ગરમાવા લાગ્યું છે . જેમાં કોંગ્રેસના કદાવર નેતા  Jitin Prasada આજે વિધિવત રીતે ભાજપ(BJP )માં જોડાયા છે. તેમજ ભાજપમાં જોડાયા બાદ પૂર્વ કેન્દ્રીય પ્રધાન Jitin Prasada એ  વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનો આભાર માન્યો હતો.

Uttar Pradesh : ભાજપમાં જોડાયા બાદ Jitin Prasada ની પ્રથમ પ્રતિક્રિયા, કોંગ્રેસને લઇને કહી આ વાત
ભાજપમાં જોડાયા બાદ Jitin Prasada ની પ્રથમ પ્રતિક્રિયા

Follow us on

Uttar Pradesh :  ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારા વિધાનસભા ઇલેક્શન પૂર્વે જ અત્યારથી જ રાજકારણ ગરમાવા લાગ્યું છે . જેમાં કોંગ્રેસના કદાવર નેતા  Jitin Prasada આજે વિધિવત રીતે ભાજપ(BJP )માં જોડાયા છે. તેમજ ભાજપમાં જોડાયા બાદ પૂર્વ કેન્દ્રીય પ્રધાન Jitin Prasada એ  વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનો આભાર માન્યો હતો.

તેમણે કહ્યું કે ભાજપે મને માન આપ્યું છે. આજે કોઈ પણ રાજકીય પક્ષ કે જે દેશમાં ખરા અર્થમાં સંસ્થાગત છે તે ભાજપ છે.

વાસ્તવિક સંસ્થાકીય રાજકીય પક્ષ છે તો તે ભાજપ 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ભાજપમાં જોડાયા બાદ Jitin Prasada એ  કહ્યું હતું કે “મને છેલ્લા 8-10 વર્ષોમાં સમજાયું છે કે દેશમાં આજે જો કોઈ વાસ્તવિક સંસ્થાકીય રાજકીય પક્ષ છે તો તે ભાજપ છે. બાકીની પાર્ટીઓ વ્યક્તિગત અને ક્ષેત્રલક્ષી બની ગઈ છે, પરંતુ રાષ્ટ્રીય પક્ષના નામે ભારતમાં કોઈ પાર્ટી હોય તો ત્યાં ભાજપ છે.

જિતિન પ્રસાદે કહ્યું કહ્યું કે, હું કોંગ્રેસ પાર્ટી સાથે ત્રણ પેઢીઓથી જોડાયેલો રહ્યો છું. મેં આ મહત્વનો નિર્ણય ખૂબ વિચાર, મનોમંથન અને વિચારધારાને સમજીને લીધો છે. આજે સવાલ એ નથી કે હું કઈ પાર્ટીમાં છું પરંતુ સવાલ એ છે કે હું કયા પક્ષમાં જવું છું અને શા માટે.

જિતિન પ્રસાદે વધુમાં જણાવ્યું હતું કે “આજે આપણો દેશ જે અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે તેના માટે જો કોઈ પક્ષ અને કોઈપણ નેતા દેશના હિતમાં સૌથી યોગ્ય અને નિશ્ચિતપણે ઉભા છે, તો તે ભાજપ અને પીએમ મોદી છે.

મારા જીવનનો નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે

પૂર્વ કેન્દ્રીય પ્રધાન જિતિન પ્રસાદાએ કહ્યું કે હું કોંગ્રેસ સાથે ત્રણ પેઢીથી જોડાયેલું છું. પરંતુ હવે મારા જીવનનો નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે. હવે એક ભારત, શ્રેષ્ઠ ભારત અને સબકા સાથ, સબકા વિકાસ માટે કામ કરવામાં આવશે. તેમણે કહ્યું કે જો રાષ્ટ્રના નામે કોઈ પાર્ટી હોય તો તે માત્ર ભાજપ છે. વડા પ્રધાન દિવસ-રાત ભારતની સેવામાં રોકાયેલા છે.

Published On - 5:02 pm, Wed, 9 June 21

Next Article