JAMNAGAR : કોર્પોરેશન ચૂંટણી માટે કોંગ્રેસે પ્રથમ યાદી જાહેર કરી, કુલ 64માંથી 27 નામો જાહેર

JAMNAGAR : કોર્પોરેશનની ચૂંટણી માટે પ્રદેશ કોંગ્રેસે નામો જાહેર કર્યા. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે 27 નામોની યાદી જાહેર કરી.

JAMNAGAR : કોર્પોરેશન ચૂંટણી માટે કોંગ્રેસે પ્રથમ યાદી જાહેર કરી, કુલ 64માંથી 27 નામો જાહેર
ફાઇલ ફોટો
| Updated on: Feb 02, 2021 | 5:23 PM

JAMNAGAR : કોર્પોરેશનની ચૂંટણી માટે પ્રદેશ કોંગ્રેસે નામો જાહેર કર્યા છે. જેમાં જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે 27 નામોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસ જાહેર કરેલ પ્રથમ યાદીમાં જામનગરની 64 માંથી 27 નામની યાદી જાહેર કરી છે.

મનપા ચૂંટણી માટે કોંગ્રેસે પ્રથમ યાદી જાહેર કરી

જામનગરના કુલ 16 વોર્ડમાંથી માત્ર 7 વોર્ડની યાદી જાહેર કરી છે. જેમાં કોંગ્રેસના 14 કોર્પોરેટર પૈકી 10 કોર્પોરેટરને રીપીટ કરાયા છે. સાથે જ વોર્ડ નંબર 12 અને વોર્ડ 15માં બંન્ને પેનલને રીપીટ કરી છે. તો પુર્વ વિપક્ષના નેતા અસ્લમ ખીલજી અને આંનદ ગોહેલને રીપીટ કરાયા છે. ભાજપમાંથી પરત ફરીને ઘરવાપસી કરનાર રચના નંદાણીયાને રીપીટ કર્યા છે. સક્રિય કોર્પોરેટરમાં દેવશી બડીયાવદ્રા, આંનદ રાઠોડ, જેનમ ખફી, ને રીપીટ કરાયા છે. આ વખતે કોંગ્રેસ સક્રિય યુવા કાર્યકરોને તક આપી છે. જેમાં પાર્થ પટેલ, જેઠવા શકિતસિંહ તેમજ રંજન ગજેરા સહીતના કાર્યકરોને ટીકીટ આપી છે.

Published On - 5:21 pm, Tue, 2 February 21