Jammu-Kashmir : ગુપકાર ગઠબંધનમાં ભંગાણ, પીપલ કોન્ફરન્સ પાર્ટીએ ફાડ્યો છેડો

|

Jan 20, 2021 | 11:21 AM

જમ્મુ કાશ્મિરમાંથી કલમ 370 દૂર કરાયા બાદ, પોતાની રાજકિય શક્તિ બચાવી રાખવા માટે, જમ્મુ કાશ્મિરના તમામ રાજકીય પક્ષોએ ગુપકાર સંગઠન રચ્યુ હતું. ગુપકાર જૂથમાંછથી સજ્જાદ લોન અલગ થતા, ગુપકાર જૂથમાં ભંગાણ પડવાની શરૂઆત થઈ છે.

Jammu-Kashmir : ગુપકાર ગઠબંધનમાં ભંગાણ, પીપલ કોન્ફરન્સ પાર્ટીએ ફાડ્યો છેડો
Gupkar alliance collapses

Follow us on

Jammu-Kashmirમાં ગુપકાર ગઠબંધનમાં ભંગાણ થયું છે. ગુપકાર ગઠબંધનમાંથી સજ્જાદ લોન(Sajjad Lone)ની પાર્ટી (Jammu and Kashmir People’s Conference) પાર્ટીએ છેડો ફાડ્યો છે. સજ્જાદ લોને ગુપકાર ગઠબંધનના નેતાઓ પર આરોપ લગાવ્યો છે જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીમાં ગુપકાર ગઠબંધનના જ કેટલાક ઘટકોએ ડમી ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને મત તોડ્યા હતા. સજ્જાદ લોને ગુપકાર ગઠબંધનના પ્રમુખ અને નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાને પત્ર લખીને ગુપકાર ગઠબંધનમાંથી અલગ થવાની જાહેરાત કરી છે.

સજ્જાદ લોને ફારૂક અબ્દુલ્લાને લખેલા પત્રમાં કહ્યું કે જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીમાં ગુપકાર ગઠબંધને વધારે સીટો મેળવી એ વાત સ્પષ્ટ છે. અમે આંકડાઓને છુપાવી શકીએ નહીં. પણ ગુપકાર ગઠબંધને જીતેલી સીટો સિવાય અન્ય એક મહત્વપૂર્ણ આંકડો છે જે 5 ઓગસ્તે જાહેર કરાયેલા મતોની સંખ્યા છે, જે ગુપકાર સંગઠન વિરુદ્ધ છે. સજ્જાદ લોને આ પત્ર સોશિયલ મીડિયામાં પણ શેર કર્યો છે.

Published On - 11:14 am, Wed, 20 January 21

Next Article