ઇન્ફોસિસના નારાયણમૂર્તિના જમાઇ ઋષિ સુનક બ્રિટનના નાણા પ્રધાન બન્યા છે. બ્રિટનના વડાપ્રધાન જ્હોન્સે ટ્વિટ કરીને આ માહિતી આપી. ભારતીય મૂળના રૂષિ સુનકની નિમણૂક કરવા અંગે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોનસને ટ્વિટ કર્યું એ સાથે 39 વર્ષિય રૂષિ લાઈમલાઈટમાં આવી ગયા છે. ઓક્સફર્ડ અને સ્ટેનફોર્ડ જેવી વૈશ્વિક ખ્યાતિ ધરાવતી શિક્ષણ સંસ્થાઓમાં ઉચ્ચ અભ્યાસ કરી ચૂકેલા રૂષિ 2015થી બ્રિટનની રાજનીતિમાં સક્રિય છે.
અગાઉ બ્રિટિશ નાણાપ્રધાનના મુખ્ય સહાયક તરીકે ચીફ ટ્રેઝરરનો હોદ્દો સંભાળી ચૂક્યા છે. સુનકના પિતા ડોક્ટર છે અને તેમની માતા કેમિસ્ટ છે. સુનકે 2009માં અગ્રણી ભારતીય આઈટી કંપનીના સહસ્થાપક નારાયણમૂર્તિની પુત્રી અક્ષતા સાથે લગ્ન કર્યા છે. કન્ઝર્વેટિવ પાર્ટીના યુવા નેતા તરીકે રૂષિ વડાપ્રધાન બોરિસ જ્હોનસનના વિશ્વાસુ મનાય છે. ચૂંટણીપ્રચારમાં તેમને મહત્વની જવાબદારી સોંપાયા બાદ બ્રેક્ઝિટ અંગેના વિભાગો પણ રૂષિ સંભાળી રહ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો