ભારતનો ચીનને વળતો જવાબ, જાણો ચીનના લોકોને ક્યા નહીં મળે એન્ટ્રી ?

|

Dec 28, 2020 | 6:23 PM

ચીનને પાઠ ભણાવવા માટે સરકારે ચીની Apps પર પ્રતિબંધ લગાવ્યા બાદ બીજો મહત્વનો નિર્ણય લીધો છે, હવે ભારતે ચીનના નાગરીકોની યાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો છે, ભારતે પોતાની બધી એરલાઇન્સમાં ચીની નાગરીકોની યાત્રા પર રોક લગાવી દીધી છે, હાલમાં આ આદેશ અનઔપચારિક છે પણ તમને જણાવી દઇએ કે નવેમ્બરમાં ચીનની સરકારે ભારતીય યાત્રીકો માટે આવો […]

ભારતનો ચીનને વળતો જવાબ, જાણો ચીનના લોકોને ક્યા નહીં મળે એન્ટ્રી ?

Follow us on

ચીનને પાઠ ભણાવવા માટે સરકારે ચીની Apps પર પ્રતિબંધ લગાવ્યા બાદ બીજો મહત્વનો નિર્ણય લીધો છે, હવે ભારતે ચીનના નાગરીકોની યાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો છે, ભારતે પોતાની બધી એરલાઇન્સમાં ચીની નાગરીકોની યાત્રા પર રોક લગાવી દીધી છે, હાલમાં આ આદેશ અનઔપચારિક છે પણ તમને જણાવી દઇએ કે નવેમ્બરમાં ચીનની સરકારે ભારતીય યાત્રીકો માટે આવો જ કઇ આદેશ આપ્યો હતો માટે ભારતના આ નિર્ણયને ચીનને તેના વળતા જવાબ તરીકે જોવામાં આવી રહ્યો છે. ભારતની આ પ્રતિક્રિયા ત્યારે આવી છે જ્યારે કેટલાક ભારતીય નાવિકો ચીનના વિવિધ પોર્ટ પર ફંસાયેલા છે, ચાઇના તેમને કાંઠે વળવાની મંજૂરી આપતુ નથી, ભારતના લગભગ 1,500 જેટલા નાવિકો ફંસાયેલા છે અને ઘરે પાછા ફરી શક્તા નથી.

બંને દેશઓ વચ્ચે ઉડાન ઘણા દિવસથી બંધ છે પરંતુ ચીની નાગરિકો અન્ય દેશોથી થઇને ભારતમાં પ્રવેશી રહ્યા છે, અથવા તો અન્ય દેશોમાં રહેતા ચીની નાગરિક પણ વેપાર અને કામના અર્થે આવે છે મિડીયા રિપોર્ટ મુજબ ગયા અઠવાડિયામાં ભારતીય અને બીજી બધી એરલાઇન્સને કહેવામાં આવ્યુ છે કે તેઓ ચીની યાત્રિકોને ભારત ન મોકલે.

Published On - 6:22 pm, Mon, 28 December 20

Next Article