India China Border: ચીટર ચીને સીમા પર ખડક્યા ફાયટર જેટ અને પાછુ ભારતને સલાહ આપે છે શાંતિ અને સહયોગ કરવાની

|

Jun 09, 2021 | 6:25 PM

India China Border: સીમા વિવાદનાં કેન્દ્રમાં રેહનારૂ ચીન (China) આજકાલ શાંતિની વાતો કરવા લાગ્યું છે. એક તરફ પૂર્વ લદ્દાખ(Ladakh) માં પોતાની સીમા પાસે ફાયટર પ્લેનનાં માધ્યમથી અભ્યાસ કરી રહ્યું છે અને બીજી તરફ સીમા વિવાદને સુલઝાવવા માટે ભારતનો સહયોગ માગી રહ્યું છે.

India China Border: ચીટર ચીને સીમા પર ખડક્યા ફાયટર જેટ અને પાછુ ભારતને સલાહ આપે છે શાંતિ અને સહયોગ કરવાની
India China: Cheater advises India to return to India for peace and cooperation

Follow us on

India China Border: સીમા વિવાદનાં કેન્દ્રમાં રેહનારૂ ચીન (China) આજકાલ શાંતિની વાતો કરવા લાગ્યું છે. એક તરફ પૂર્વ લદ્દાખ(Ladakh) માં પોતાની સીમા પાસે ફાયટર પ્લેનનાં માધ્યમથી અભ્યાસ કરી રહ્યું છે અને બીજી તરફ સીમા વિવાદને સુલઝાવવા માટે ભારતનો સહયોગ માગી રહ્યું છે. ચીટર ચીનની આદત પ્રમાણે તેણે ભારત પાસે સહકાર માગ્યો છે અને કહ્યું છે કે એકબીજા સાથે લડવાનો મતલબ નથી. ભારતમાં ચીનનાં રાજદૂતે કહ્યું કે વાતચીતનાં માધ્યમથી સીમા પર મતભેદોને ઉકેલવા જોઈએ

સુન વેદોંગનાં જણાવ્યા પ્રમાણે બંને દેશ વચ્ચે મતભેદ થવા એ સામાન્ય વાત છે. સીમા વિવાદ એ ઈતિહાસની વિરાસત છે કે જે સંબંધમાં સાચી જગ્યા પર મુકવાની જરૂર છે. તેમમે આગળ જણાવ્યું કે બેઈજીંગ વાતચીત નાં માધ્યમથી વિવાદોને સુલઝાવવામાં માને છે. સાથે જ રાષ્ટીય સંવાદિતતા, સુરક્ષા અને વિકાસનાં હિતોનું રક્ષણ કરવાનો અમારો દ્રઢ સંકલ્પ છે. ચીન અને ભારતે એકબીજાને સન્માન આપવું જોઈએ

ખરેખરમાં ચીન સુફિયાણી વાતો પર એટલે આવ્યું છે કેમ કે તેને અર્થવ્યવસ્થાની ચિંતા છે. ચીનનાં રાજદૂતે જણાવ્યું કે કોરોનાની મહામારીથી બચવા માટે અને અર્થવ્યવસ્થાને ફરીથી ધબકતી કરવા માટે ધ્યાન આપવાની જરૂર છે. તેમની આ ટિપ્પણી પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા સાથે ચાલી રહેલા ઘર્ષણનાં મુદ્દે સામે આવી છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

જણાવી દઈએ કે LAC પર ચાર વિસ્તારમાં ઘર્ષણની પરિસ્થિતિ બનેલી છે. આ વિસ્તારમાં સૌથી વધારે પૈંગોંગ ઝીલ વિસ્તારમાં આ વિવાદ હતો. આ સિવાય ડેપ્સાંગ માં પણ સેના આમને સામને આવી ગઈ હતી જો કે ત્યાં સ્થિતિમાં ખાસ કોઈ મોટો બદલાવ નોહતો આવ્યો. ગોગરા અને હોટ સ્પ્રિંગમાં સેના પહેલા પાછળ હટી હતી જો કે આ વિસ્તારમાં પણ 2020 પહેલાની સ્થિતિ યોગ્ય થવાની બાકી છે.

 

Next Article