Uttar Pradesh Politics : ઉતર પ્રદેશમાં સંધમ શરણમ ગચ્છામી, એ કે શર્મા, જીતેન પ્રસાદને પ્રધાનપદુ મળશે, મોદી-યોગીની આજે બેઠક

|

Jun 11, 2021 | 9:47 AM

યોગી આદિત્યનાથ (yogi adityanath ) નથી ઈચ્છતા કે તેમના મંત્રીમંડળમાં એ કે શર્મા સામેલ થાય. જીતેન પ્રસાદને પ્રધાનપદુ આપીને આગામી ચૂંટણીમાં રાજકીય લાભ લેવા યોગી તૈયાર હોવાનું કહેવાય છે.

Uttar Pradesh Politics : ઉતર પ્રદેશમાં સંધમ શરણમ ગચ્છામી, એ કે શર્મા, જીતેન પ્રસાદને પ્રધાનપદુ મળશે, મોદી-યોગીની આજે બેઠક
ઉતરપ્રદેશના મંત્રીમંડળમાં થઈ શકે છે વિસ્તરણ

Follow us on

ઉતરપ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ( yogi adityanath ) આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Narendra Modi ) સાથે મુલાકાત કરશે. ગઈકાલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને (amit shah )  મળ્યા બાદ, યોગી આદિત્યનાથની આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતને સુચક માનવામાં આવી રહી છે. ઉતર પ્રદેશના રાજકીય વર્તુળોમાંથી યોગી આદિત્યનાથ મંત્રીમંડળમાં મોટાપાયે ફેરફારના ( Cabinet reshuffle ) સંકેતો મળી રહ્યાં છે. મંત્રીમંડળમાં ફેર બદલ કરવા માટે સંધે પણ દબાણ કર્યુ હોવાનું સામે આવી રહ્યું છે.

કોંગ્રેસમાંથી જીતેન પ્રસાદ ભાજપમાં આવતા જ ઉતરપ્રદેશમાં રાજકારણ ગરમાયુ છે. રાજકારણ ગરમાવાનું કારણે જીતેન પ્રસાદ નહી પરંતુ ગુજરાત કેડરને પૂર્વ સનદી અધિકારી એ કે શર્મા હોવાનું રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યાં છે. આ બન્નેને યોગી આદિત્યનાથના મંત્રીમંડળમાં સમાવવા માટે દબાણ થઈ રહ્યું છે. જો કે યોગી આદિત્યનાથ નથી ઈચ્છતા કે તેમના મંત્રીમંડળમાં એ કે શર્મા સામેલ થાય. જીતેન પ્રસાદને પ્રધાનપદુ આપીને આગામી ચૂંટણીમાં રાજકીય લાભ લેવા યોગી તૈયાર હોવાનું કહેવાય છે.

ભાજપના આંતરીક સૂત્રોના જણાવ્યાનુસાર, ઉતરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી જીતવા માટે સંધે કેચલાક સુચનો કર્યા હતા. આ સુચનનો અમલ કરાવવા માટે યોગી આદિત્યનાથને ભાજપના મોવડીમંડળે તેડુ મોકલ્યુ હતું. જેના પગલે ગઈકાલ 10મી જૂનના રોજ, યોગી આદિત્યનાથ ઉતરપ્રદેશના પ્રભારી રહ ચૂકેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળ્યા છે. અમિત શાહે યોગીને સવિસ્તાર વાત કરી હોવાનું જણાવાઈ રહ્યું છે. અમિત શાહે કરેલી વાતને આજે વડાપ્રધાન મોદી આખરી મહોર મારશે તેમ માનવામાં આવી રહ્યું છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

જો કે સૂત્રો ત્યા સુધી કહી રહ્યાં છે કે, એ કે શર્મા માટેનો અણગમો છોડવા માટે મોદી યોગી આદિત્યનાથને સમજાવશે. યોગી આદિત્યનાથ ભવિષ્યના કોઈ હરીફને ટેકો આપવા ઈચ્છતા નથી. ઉતરપ્રદેશના રાજકીય વિશ્લેષકોનુ માનવુ છે કે, જાતિ આધારીત રાજકારણમાં આવતીકાલે એ કે શર્મા હુકમનો એક્કો સાબિત થાય તો નવાઈ નહી. શર્માને વધુ મજબૂત કરવા માટે જ જીતેનના ખભે ભગવો પહેરાવ્યો હોવાનુ ચર્ચાઈ રહ્યું છે.

જો કે કેટલાક સૂત્રો ત્યા સુધી કહી રહ્યા છે કે, રાષ્ટ્રીય સ્વંયસેવક સંધ અને ભાજપના મોવડી મંડળે, યોગી આદિત્યનાથને ત્યા સુધી કહી દીધુ છે કે, અમારુ કહ્યુ માનો અથવા મુખ્ય પ્રધાન પદની ગાદી છોડો. જો કે આ વાત કેટલી સાચી છે તે આવનારા સમયમાં જ નક્કી થઈ શકશે.

Next Article