ખેડૂત આંદોલનની વચ્ચે PM મોદીએ, દિલ્લીના ગુરૂદ્વારામાં જઈને માથુ ટેકવી કર્યા દર્શન

|

Dec 20, 2020 | 10:48 AM

કૃષિબિલ રદ કરવાની માંગ સાથે છેલ્લા 25 દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે દિલ્લીના રકાબગંજ સ્થિત ગુરૂદ્વારા જઈને માથુ ટેકવીને દર્શન કર્યા હતા. શીખોના નવમા ગુરૂ તેગ બહાદુરને અંજલિ અર્પી હતી. કોઈ જ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વિના, પોલીસ બંદોબસ્ત કે બેરીકેડ વિના જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂદ્વારા જઈને […]

ખેડૂત આંદોલનની વચ્ચે PM મોદીએ, દિલ્લીના ગુરૂદ્વારામાં જઈને માથુ ટેકવી કર્યા દર્શન
Prime Minister Narendra Modi to pay a visit to Gurudwara

Follow us on

કૃષિબિલ રદ કરવાની માંગ સાથે છેલ્લા 25 દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે દિલ્લીના રકાબગંજ સ્થિત ગુરૂદ્વારા જઈને માથુ ટેકવીને દર્શન કર્યા હતા. શીખોના નવમા ગુરૂ તેગ બહાદુરને અંજલિ અર્પી હતી. કોઈ જ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વિના, પોલીસ બંદોબસ્ત કે બેરીકેડ વિના જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂદ્વારા જઈને દર્શન કરીને સૌ કોઈને ચોકાવી દિધા હતા. ખેડૂત આંદોલનમાં સૌથી વધુ ખેડૂતો પંજાબના હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજના ગુરૂદ્વારાના દર્શન ખૂબ જ મહત્વના અને ભાવિ સંકેત આપી રહ્યાં હોવાનું રાજકીય નિષ્ણાંતોનુ માનવુ છે.

ત્રણેય કૃષિ બીલ રદ કરવાની માંગ સાથે આંદોલન કરી રહેલા ખેડૂતોએ, દિલ્લી સરહદ ઉપર ચક્કાજામ કર્યાનો આજે 25મો દિવસ છે. કૃષિબીલથી આક્રોશીત થયેલા ખેડૂતોએ પંજાબ અને હરિયાણા, રાજસ્થાનને દિલ્લી સાથે જોડતી સરહદે ડેરા તબ્બુ તાણ્યા છે. હાલ હિમાલયક્ષેત્રની પર્વતમાળામાં વરસેલા બરફવર્ષાને કારણે ઉતર ભારત ઠંડીમાં ઠુઠવાઈ ગયુ છે. કડકડતી ઠંડીમાં પણ ખેડૂતો રાતદિવસ બેસીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આંદોલન કરી રહેલા ખેડૂતોની માંગ છે કે કેન્દ્ર સરકાર ત્રણેય કૃષિ બીલ પરત લે. જ્યારે કેન્દ્ર સરકાર ત્રણેય બીલને ખેડૂતો માટે કલ્યાણકારી ગણાવીને પરત લેવા ઈન્કાર કરી રહી છે. આ સંજોગોમાં હરિયાણાના મુખ્યપ્રધાને સંકેત આપ્યો છે કે, ખેડૂત આંદોલન બાબતે, કેન્દ્રમાંથી બે ચાર દિવસમાં સારા સમાચાર આવી શકે છે. આ દરમિયાન જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે વહેલી સવારે રકાબગંજ સ્થિત ગુરૂદ્વારા જઈને, દર્શન કરવાના પ્રસંગને આંદોલનના સુખદ ઉકેલ બહુ જલ્દી આવી શકે તેમ હોવાનુ માનવામાં આવી રહ્યું છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Published On - 10:21 am, Sun, 20 December 20

Next Article