શું લાલકૃષ્ણ અડવાણીએ મૌન ધારણ કરી લીધું છે? સંસદમાં છેલ્લા 5 વર્ષોમાં બોલ્યા એટલા જ શબ્દો જેટલા બીજા ધોરણનો વિદ્યાર્થી ગાય પર એક નિબંધ લખે

|

Feb 08, 2019 | 11:14 AM

ક્યારેક સંસદમાં એક  પ્રખર વક્તા માનવામાં આવતા ભાજપના લોહપુરૂષ ગણાતાં લાલકૃષ્ણ અડવાણી છેલ્લા 5 વર્ષમાં આશરે 92% સંસદમાં હાજર રહ્યાં છે. તેઓ હંમેશાં લોકસભાની આગળની સીટ પર જ બેસે છે. પરંતુ તેઓ માત્ર ગણ્યાગાંઠ્યા શબ્દો જ બોલી શક્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સંસદમાં પ્રખર વક્તા માનવામાં આવે છે. પરંતુ હવે જાણે કે તેમની […]

શું લાલકૃષ્ણ અડવાણીએ મૌન ધારણ કરી લીધું છે? સંસદમાં છેલ્લા 5 વર્ષોમાં બોલ્યા એટલા જ શબ્દો જેટલા બીજા ધોરણનો વિદ્યાર્થી ગાય પર એક નિબંધ લખે

Follow us on

ક્યારેક સંસદમાં એક  પ્રખર વક્તા માનવામાં આવતા ભાજપના લોહપુરૂષ ગણાતાં લાલકૃષ્ણ અડવાણી છેલ્લા 5 વર્ષમાં આશરે 92% સંસદમાં હાજર રહ્યાં છે. તેઓ હંમેશાં લોકસભાની આગળની સીટ પર જ બેસે છે. પરંતુ તેઓ માત્ર ગણ્યાગાંઠ્યા શબ્દો જ બોલી શક્યા છે.

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સંસદમાં પ્રખર વક્તા માનવામાં આવે છે. પરંતુ હવે જાણે કે તેમની દુનિયા બદલાઈ ગઈ છે. સંસદમાં તેમનું બોલવાનું સતત ઘટી રહ્યું છે.

15મી લોકસભા (2009-14)ની તુલનામાં હાલની એટલે કે 16મી લોકસભા (2014-19)માં અડવાણીએ બોલેલા શબ્દોમાં 99%નો ઘટાડો નોંધાયો છે. સંસદમાં છેલ્લા પાંચ વર્ષોમાં અડવાણી 296 દિવસ હાજર રહ્યાં છે અને માત્ર 365 શબ્દો જ બોલી શક્યા છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

8 ઓગસ્ટ, 2012ના રોજ જ્યારે લોકસભામાં આસામમાં ઘૂષણખોરી અને રાજ્યમાં મોટા પાયે થતી જાતીય હિંસાને લઈને દલીલો થઈ રહી હતી ત્યારે ભાજપ તરફથી આ દલીલનું નેતૃત્વ ભાજપના લોહ પુરૂષ લાલકૃષ્ણ અડવાણીએ કર્યું હતું. એ દિવસે સંસદમાં ખૂબ હંગામો થયો હતો.

TV9 Gujarati

 

ટ્રેઝરી બેંચ સતતપણે તેમને રોકતી રહી પરંતુ લાલકૃષ્ણ અડવાણી સતત બોલતા રહ્યાં અને જે કંઈ કહેવા માગતા હોય તે બોલતા રહ્યાં. એ એક જ દિવસમાં અડવાણીના ભાષણમાં 4,957 શબ્દો સામેલ હતા. તેમના આ ભાષણને 50 વખત રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

અને હવે વાત કરીએ 8 જાન્યુઆરી, 2019ની. આ દિવસ પણ લોકસભામાં એક હંગામાભર્યો દિવસ હતો. નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ડીએનએ સરકારે સંસદમાં નાગરિકતા સંશોધન બિલ રજૂ કર્યું હતું. આ દિવસે પણ સંસદમાં દલીલ થઈ પરંતુ એક મહત્ત્વપૂર્ણ બિલ હોવા છતાં અડવાણી એક શબ્દ ન બોલ્યા.

એટલે કે આટલા વર્ષોમાં ભાજપના લોહ પુરૂષ અડવાણી માટે દુનિયા સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ. ગયા 5 વર્ષોમાં અડવાણી સંસદમાં માત્ર 365 શબ્દો બોલયા છે. જ્યારે કે 15મી લોકસભા દરમિયાન અડવાણી 42 વખત દલીલોમાં ભાગ લઈ ચૂક્યા છે તેમજ આશરે 35,926 શબ્દો બોલી ચૂક્યા છે.

આ એજ અડવાણી છે જેની બાયોગ્રાફી ‘માય કન્ટ્રી, માય લાઈફ’માં 1000 પેજ છે. પોતાના ખરાબ સ્વાસ્થ્યના કારણે  (તેમની ઉંમર 91 વર્ષ છે) લાલકૃષ્ણ અડવાણી ભલે સાર્વજનિક રીતે ઓછા દેખાતા હોય પરંતુ નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન સંસદમાં તેમની ઉપસ્થિતિ જબરદસ્ત રહી. સંસદના કામકાજના દિવસો દરમિયાન તેમની હાજરી 92 ટકા રહી જે અન્ય સાંસદોના મુકાબલે ઘણી સારી છે.

[yop_poll id=1211]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article