ભારતમાં ભભૂકતા આક્રોશને જોઈ યુદ્ધના ભયથી ગભરાયું પાકિસ્તાન, લાજવાને બદલે ગાજ્યા PM ઇમરાન, ભારતને આપી ખુલ્લી ધમકી : VIDEO

એક તરફ પુલવામા આતંકી હુમલાને લઈને ભારતમાં ભારોભાર રોષ છે, તો બીજી બાજુ પાકિસ્તાને આ બાબતમાં યુદ્ધ પર ખુલ્લી ધમકી આપી છે. TV9 Gujarati   પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને 14 ફેબ્રુઆરીએ થયેલા પુલવામા આતંકી હુમલા પર 5 દિવસ મૌન રહ્યા બાદ મંગળવારે આ હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાનો દાવો ફગાવી દીધો. ઇમરાને કહ્યું કે ભારતે કોઈ […]

ભારતમાં ભભૂકતા આક્રોશને જોઈ યુદ્ધના ભયથી ગભરાયું પાકિસ્તાન, લાજવાને બદલે ગાજ્યા PM ઇમરાન, ભારતને આપી ખુલ્લી ધમકી : VIDEO
| Updated on: Feb 19, 2019 | 9:21 AM

એક તરફ પુલવામા આતંકી હુમલાને લઈને ભારતમાં ભારોભાર રોષ છે, તો બીજી બાજુ પાકિસ્તાને આ બાબતમાં યુદ્ધ પર ખુલ્લી ધમકી આપી છે.

TV9 Gujarati

 

પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને 14 ફેબ્રુઆરીએ થયેલા પુલવામા આતંકી હુમલા પર 5 દિવસ મૌન રહ્યા બાદ મંગળવારે આ હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાનો દાવો ફગાવી દીધો. ઇમરાને કહ્યું કે ભારતે કોઈ પણ જાતના પુરાવા વગર ઇસ્લામાબાદ પર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે જો ભારત પાકિસ્તાન પર સૈન્ય કાર્યવાહી કરશે, તો પાકિસ્તાન પણ એવો પલટવાર કરશે કે યુદ્ધ રોકાવું મુશ્કેલ થઈ જશે. ઇમરાને આતંકવાદ પર વિક્ટિમ કાર્ડ રમતા ફરી એક વાર કાશ્મીર રાગ આલાપ્યો. તેમણે કહ્યું કે કાશ્મીરમાં આ પ્રકારની ઘટનાઓ કેમ બની રહી છે, તેના પર વિચારવાની જરૂર છે.

ઇમરાને કહ્યું, ‘અમે આ હુમલો કેમ કરાવીશું ? અમને આનાથી શું ફાયદો થશે ? પાકિસ્તાન આતંકવાદનો સૌથી મોટો ભોગ બનેલો દેશ છે. આ નવું પાકિસ્તાન, નવી માઇંડસેટ અને નવી વિચાસરણી છે. અમે પણ આતંકનો ખાત્મો ઇચ્છીએ છીએ.’

ઇમરાને ભારતને ખુલ્લી ધમકી આપતા આરોપ લગાવ્યો કે ભારતમાં ચૂંટણી વર્ષનું વર્ષ છે અને ત્યાંના નેતાઓ પાકિસ્તાનને બોધપાઠ ભણાવવાની વાત કરી રહ્યા છે. ઇમરાન ખાને કહ્યું, ‘દુનિયાનો કયો એવો કાયદો છે કે જે કોઈ પણ એક શખ્સ કે દેશને જજ, જ્યૂરી અને સજાની શક્તિ આપે છે. જો આપ એમ વિચારો છો કે આપ પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે પણ પલટવાર કરીશું. ત્યાર બાદ વાત ક્યાં જશે, કોઈ નથી જાણતું.’

જુઓ VIDEO :

[yop_poll id=1595]

Watch more interesting videos on TV9 Gujarati YouTube channel