મધુ શ્રીવાસ્તવ પૂત્રનો ચૂંટણી પ્રચાર કરશે તો ભાજપ શિસ્તભંગના પગલા ભરશેઃ પાટીલ

|

Feb 08, 2021 | 3:24 PM

ભાજપના (BJP) પ્રદેશ પ્રમુખ ચંદ્રકાત પાટીલે, (C R PATIL ) વાધોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને (MADHU SHREEVASTAV) ચેતવણી આપતા કહ્યું છે કે, જો દિપક શ્રીવાસ્તવનો ચૂંટણી પ્રચાર કર્યો છે તો ભાજપ તેને શિસ્તભંગ ગણીને પાર્ટીલાઈન મુજબ પગલા શિક્ષાત્મક ભરશે

ભાજપના ( BJP ) પ્રદેશ પ્રમુખ ચંદ્રકાત પાટીલે, ( C R PATIL ) વાધોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ( MADHU SHREEVASTAV ) ચેતવણી આપતા કહ્યું છે કે, જો દિપક શ્રીવાસ્તવનો ચૂંટણી પ્રચાર કર્યો છે તો ભાજપ તેને શિસ્તભંગ ગણીને પાર્ટીલાઈન મુજબ પગલા શિક્ષાત્મક ભરશે. જો કે મધુ શ્રીવાસ્તવે જાહેરાત કરી છે કે તેઓ તેમના પૂત્ર દિપક શ્રીવાસ્તવના ચૂંટણી પ્રચાર કરશે.
વડોદરાના વાધોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પૂત્ર દિપક શ્રીવાસ્તવે, વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15માંથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. જેની સામે વડોદરા ભાજપમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. મધુ શ્રીવાસ્તવે પોતાના પૂત્ર દિપકને ભાજપમાંથી ટિકીટ આપવા માટે, રજૂઆત કરી હતી. જો કે ભાજપે નક્કી કરેલા ધારાધોરણોને ધ્યાને લઈને પાર્ટીએ દિપકને સ્થાને અન્યને ટિકીટ ફાળવી હતી. આથી નારાજ થયેલા મધુ શ્રીવાસ્તવના પૂત્ર દિપકે વોર્ડ નંબર 16માંથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે.

Next Video