હું નવાઝ શરીફને મળવા નહતો ગયો, PM Modi સાથે મુલાકાત બાદ ઉદ્ધવ ઠાકરેએ આપ્યો જવાબ

|

Jun 08, 2021 | 4:40 PM

પીએમ મોદી(PM Modi) સાથેના સંબંધો અને મુલાકાત અંગે પૂછેલા સવાલનો ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ જવાબ આપ્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, 'અમે રાજકીય રીતે એક સાથે ન હોવા છતાં, એનો અર્થ એ નથી કે અમારો સંબંધ સમાપ્ત થઈ ગયો છે. હું કોઈ નવાઝ શરીફને મળવા ન હતો ગયો. તેથી જો હું તેમને વ્યક્તિગત રૂપે મળું તો તેમાં કંઈપણ ખોટું નથી.

હું નવાઝ શરીફને મળવા નહતો ગયો, PM Modi સાથે મુલાકાત બાદ ઉદ્ધવ ઠાકરેએ આપ્યો જવાબ
ઉદ્ધવ ઠાકરેની પીએમ મોદી સાથે મુલાકાત

Follow us on

દિલ્હીમાં પીએમ મોદી(PM Modi)ને તેમની ટીમ સાથે મળવા પહોંચેલા મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ કહ્યું છે કે તેમના સંબંધો તૂટી નથી ગયા. પીએમ મોદી સાથેના સંબંધો અને મુલાકાત અંગે પૂછેલા સવાલનો ઉદ્ધવ ઠાકરેએ જવાબ આપ્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ‘અમે રાજકીય રીતે એક સાથે ન હોવા છતાં, એનો અર્થ એ નથી કે અમારો સંબંધ સમાપ્ત થઈ ગયો છે. હું કોઈ નવાઝ શરીફને મળવા ન હતો ગયો. તેથી જો હું તેમને વ્યક્તિગત રૂપે મળું તો તેમાં કંઈપણ ખોટું નથી.

મરાઠા કવોટા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે દૂર કરવા કેન્દ્ર સરકારની દખલ કરવાની માંગ

મંગળવારે બપોરે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે પીએમ (PM Modi)  મોદીને તેમના નિવાસ સ્થાને મળ્યા હતા. આ દરમ્યાન તેમણે મરાઠા કવોટા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે દૂર કરવા કેન્દ્ર સરકારની દખલ કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત ઓબીસી અનામત, જાતિ વસ્તી ગણતરી અને મરાઠીને ક્લાસિકલ ભાષાનો દરજ્જો આપવાની માંગ પણ કરવામાં આવી હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ મુલાકાત દરમ્યાન સીએમ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સાથે ડેપ્યુટી સીએમ અજિત પવાર, કેબિનેટ મંત્રી અને કોંગ્રેસના નેતા અશોક ચવ્હાણ પણ હાજર હતા. આ બેઠક દરમિયાન મહારાષ્ટ્રના નેતાઓએ પણ પીએમ નરેન્દ્ર મોદીની સામે જીએસટી વળતરનો મુદ્દો ઉઠાવ્યો હતો.

અનામતની 50 ટકા મર્યાદા નાબૂદ કરવા માટે દરમિયાનગીરીની માંગ 

પીએમ મોદી(PM Modi)ને મળ્યા બાદ મીડિયા સાથે વાત કરતા ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ કહ્યું, ‘અમે વડા પ્રધાન સાથે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. તેમણે અમને ખાતરી આપી છે. આ સિવાય અમે કાર શેડ માટે કંજુર માર્ગ પ્લોટ ટ્રાન્સફર કરવાની વિનંતી પણ કરી છે. જ્યારે કોંગ્રેસ નેતા અશોક ચવ્હાણે કહ્યું કે અમે પીએમ મોદીને અપીલ કરી છે કે અનામતની 50 ટકા મર્યાદા નાબૂદ કરવા માટે દરમિયાનગીરી કરવી જોઇએ. અમે પીએમને વિનંતી કરી છે કે કેન્દ્ર સરકારે આ અંગે કોર્ટમાં જવું જોઈએ. 50 ટકા મર્યાદાને કારણે ઘણા પ્રકારના આરક્ષણોને અસર થાય છે.

જીએસટી વળતરના 24,306 કરોડ રૂપિયા મુક્ત કરવાની માંગ

કોંગ્રેસ નેતાએ કહ્યું કે કેન્દ્ર સરકાર પાસે ઓબીસી અનામત અંગે નિર્ણય લેવાની સત્તા છે. અમને આશા છે કે કેન્દ્ર દ્વારા આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવશે. તે જ સમયે, ડેપ્યુટી સીએમ અજિત પવારે કહ્યું કે અમે પીએમ નરેન્દ્ર મોદી પાસે જાતિ વસ્તી ગણતરી કરવા માંગ કરી છે. આ ઉપરાંત, મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્યને જીએસટી વળતરના 24,306 કરોડ રૂપિયા મુક્ત કરવાની માંગ પણ કરવામાં આવી છે. ઉદ્ધવ ઠાકરે આજે સવારે મહારાષ્ટ્રથી તેમના સાથીદારો સાથે દિલ્હી જવા રવાના થયા હતા. આ પૂર્વે પણ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ઉદ્ધવ ઠાકરેએ અપીલ કરી હતી કે મરાઠા અનામતને પુન: સ્થાપિત કરવા કેન્દ્ર સરકારે દખલ કરવી જોઇએ.

Published On - 4:31 pm, Tue, 8 June 21

Next Article