દિલ્હીમાં બ્લાસ્ટ બાદ ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળની મુલાકાત રદ કરી, સુરક્ષા એજન્સીઓ સાથે બેઠક

|

Jan 30, 2021 | 9:36 AM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પશ્ચિમ બંગાળની મુલાકાત દિલ્હીમાં ઇઝરાઇલી દૂતાવાસ નજીક આઈઈડી વિસ્ફોટ થવાના કારણે રદ કરવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પશ્ચિમ બંગાળની મુલાકાત દિલ્હીમાં ઇઝરાઇલી દૂતાવાસ નજીક આઈઈડી વિસ્ફોટ થવાના કારણે રદ કરવામાં આવી છે. અમિત શાહ બે દિવસીય મુલાકાત માટે જવાના હતા. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દિલીપ ઘોષે બંગાળમાં કહ્યું કે, અમિત શાહ શનિવારે આવવાના નથી. તેમની મુલાકાત મુલતવી રખાઈ છે. આગળની તારીખ બાદમાં જાહેર કરવામાં આવશે.

ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે શુક્રવારે સાંજે નવી દિલ્હીમાં ઇઝરાઇલી દૂતાવાસ નજીક થયેલા વિસ્ફોટ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પગલે અધિકારીઓએ નવી દિલ્હીમાં હાઇ એલર્ટ જારી કરીને સુરક્ષા વધારવાનો નિર્ણય કર્યો.

અમિત શાહ શુક્રવાર રાત્રે 11 વાગ્યે બંગાળની રાજધાની કોલકાતા પહોંચવાના હતા. ચૂંટણીઓના કેટલાક મહિનાઓ પૂર્વે પશ્ચિમ બંગાળમાં શાહની મુલાકાત ખૂબ મહત્વની માનવામાં આવી રહી હતી. એવી અટકળો હતી કે શાહની મુલાકાત બાદ ટીમએસીના કેટલાક નેતાઓ ભાજપમાં સામેલ થઈ શકે છે. શાહ ગયા મહિને પણ પશ્ચિમ બંગાળની મુલાકાત લીધી હતી. જેમાં શુભેન્દુ અધિકારીઓ સહિત ઘણા મોટા નેતાઓ ભાજપમાં જોડાયા હતા.

ગૃહમંત્રી અમિત શાહ શનિ અને રવિવારે પશ્ચિમ બંગાળમાં બે રેલીઓ સંબોધીત કરવાના હતા. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી એપ્રિલ-મેમાં યોજાવાની છે. શાહ શનિવારે પહેલા માયાપુરના ઇસ્કોન મંદિરમાં પૂજા કરવા જવાના હતા. ત્યારબાદ ઠાકુરનગર વિસ્તારમાં જાહેર સભાને સંબોધિત કરવાના હતા. ત્યાર બાદ શનિવારે સાંજે પાર્ટીની સોશ્યલ મીડિયા ટીમના કાર્યકરો સાથે વાત કરવાનું આયોજન હતું. જણાવી દઈએ કે ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં 42 માંથી 18 બેઠકો જીતી હતી.

 

 

 

 

Next Video