અમદાવાદની 2 લોકસભા બેઠક પર ભાજપ-કોંગ્રેસ કોને આપશે ટિકિટ? જાણો લોકસભા ચૂંટણીના દાવેદારની રેસમાં આગળ ચાલી રહેલા નામ

|

Feb 10, 2019 | 4:56 AM

લોકસભાની ચૂંટણી આડે હવે અઢીથી ત્રણ મહિનાનો સમય બાકી છે. પૂરજોશમાં ચૂંટણીને લગતી કામગીરી ભાજપ-કોંગ્રેસ કરી રહી છે. જીત માટે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજો તો કામ ચઢી ગયા છે. પરંતુ મતદારોની નજર તો બંને પક્ષના ઉમેદવારો પર જ હોય. કારણ કે સ્થાનિક પ્રશ્નની રજૂઆત કરવા જે-તે વિસ્તારના સાંસદને જ શોધવા પડે. ત્યારે આજે વાત કરીએ […]

અમદાવાદની 2 લોકસભા બેઠક પર ભાજપ-કોંગ્રેસ કોને આપશે ટિકિટ? જાણો લોકસભા ચૂંટણીના દાવેદારની રેસમાં આગળ ચાલી રહેલા નામ

Follow us on

લોકસભાની ચૂંટણી આડે હવે અઢીથી ત્રણ મહિનાનો સમય બાકી છે. પૂરજોશમાં ચૂંટણીને લગતી કામગીરી ભાજપ-કોંગ્રેસ કરી રહી છે. જીત માટે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજો તો કામ ચઢી ગયા છે. પરંતુ મતદારોની નજર તો બંને પક્ષના ઉમેદવારો પર જ હોય.

કારણ કે સ્થાનિક પ્રશ્નની રજૂઆત કરવા જે-તે વિસ્તારના સાંસદને જ શોધવા પડે. ત્યારે આજે વાત કરીએ રાજ્યની મેગાસિટી અમદાવાદની લોકસભા બેઠક અંગે. એક શહેર અને તેની બે લોકસભા બેઠક. આ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના કયા દાવેદારો વચ્ચે ટક્કર થઈ શકે છે જાણીએ આ રિપોર્ટમાં.

અમદાવાદ છેલ્લા ઘણા સમયથી ભાજપનો ગઢ રહ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં પણ શહેરી બેઠકો પર ભાજપનો દબદબો રહ્યો હતો. આ વખતે પણ એવું મનાય છે કે શહેરી બેઠકો પર કેસરિયો લહેરાઈ શકે. સૌથી પહેલા વાત કરીએ ગુજરાતની આર્થિક રાજધાની એવી અમદાવાદ વિશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

અમદાવાદ પશ્વિમ બેઠક

ભાજપનો ગઢ ગણાય છે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક. 2008માં આ બેઠક અસ્તિત્વમાં આવી. અને મનાઈ રહ્યું છે કે અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભાજપ હાલના જ સાંસદ કિરીટ સોલંકીને ફરીથી ટિકિટ મળી શકે છે. તો આ બેઠક માટે પૂર્વ પ્રધાન આત્મારામ પરમાર અને રમણલાલ વોરાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે.

TV9 Gujarati

 

કોંગ્રેસ અહીં SC આયોગના પૂર્વ ચેરમેન રાજુ પરમાર અથવા દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારને ટિકિટ આપી શકે છે. અમદાવાદ પશ્ચિમ બેઠક પર દલિત અને મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ છે. જો કે કોંગ્રેસ માટે આ બેઠક અઘરી મનાય છે.

અમદાવાદ પૂર્વ બેઠક

વાત કરીએ હવે ભાજપની પરંપરાગત બેઠક એવી અમદાવાદ પૂર્વ વિશે. અહીં પરપ્રાંતિય, ઓબીસી અને પાટીદાર સમાજનું પ્રભુત્વ છે. સૌરાષ્ટ્રના પાટીદારોનો અમદાવાદ પૂર્વ બેઠક પર પ્રભાવ રહ્યો છે. ત્યારે આ સંજોગોમાં ભાજપના હાલના સાંસદ પરેશ રાવલની ટિકિટ કપાઈ શકે છે. તેના બદલે ભાજપમાંથી અભિનેતા મનોજ જોશી, શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલને ભાજપ મેદાને ઉતારી શકે. આ બાજુ કોંગ્રેસ બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ કે પછી પ્રવક્તા ડો.હિમાંશુ પટેલ અથવા AMCના વિપક્ષના નેતા દિનેશ શર્માને પણ ટિકિટ આપી શકે છે.

[yop_poll id=1264]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article