ચૂંટણીમાં ટિકીટ આપવાના મુદ્દે હાર્દિક પટેલના મૌન વચ્ચે પાસ અને કોંગ્રેસ વચ્ચે વધ્યુ અંતર

|

Feb 09, 2021 | 1:00 PM

છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવારોને લઈને પાટીદાર અનામત આંદોલન સમિતી (PASS) અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ સાથે અતંર વધ્યુ છે.

છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવારોને લઈને પાટીદાર અનામત આંદોલન સમિતી (PASS) અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ સાથે અતંર વધ્યુ છે. પાસના અલ્પેશ કથિરીયાએ આક્ષેપ કર્યા છે કે કોંગ્રેસની પ્રદેશ નેતાગીરીએ પાટીદારોને ટીકીટ આપવાના મુદ્દે અન્યાય કર્યો છે. કોંગ્રેસના નેતાઓ અહંકાર છોડતા નથી. એક સમયના પાસ કન્વિનર અને કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે આ મુદ્દે દાખવેલા મૌન બાબતે અલ્પેશ કથિરીયાએ કહ્યું કે, હાર્દિક પટેલ પાસે પહેલા જે ઈચ્છા હતી તે ઈચ્છા આજે પણ છે. પાસ દ્વારા માંગવામાં આવેલ ટિકીટ માત્ર સુરત જ નહી રાજ્યના અન્ય મહાનગરપાલિકામાં પણ ફાળવાઈ નથી. તેના માટે હાર્દિક પટેલ નહી કોંગ્રેસનુ મોવડી મંડળ જવાબદાર છે. સુરતની શેરીમાં ઉતરનારા ઉમેદવારોને સમાજ પ્રશ્ન પુછશે. આજે ઉમેદવારી પરત ખેચવાના દિવસ સમાપ્ત થયા બાદ, અમારી બેઠક યોજાશે તેમાં ભાવી રણનિતી નક્કી કરાશે. 2015 પહેલા એક પણ કોર્પોરેટર જ્યા નહોતા ચુંટાતા ત્યા 23થી વધુ કોર્પોરેટર ચૂંટાયા છે. જે સમાજની તાકાત દર્શાવે છે.

 

Next Video