Gujarat : સ્થાનિક સ્વરાજની ચૂંટણી બેલેટ પેપરથી યોજવા હાઇકોર્ટમાં અરજી, 10 ફેબ્રુઆરીએ સુનાવણી

|

Jan 27, 2021 | 7:10 PM

Gujarat : સ્થાનિક સ્વરાજની ચૂંટણી બેલેટ પેપરથી કરાવવાની માગણી સાથે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી.

Gujarat : સ્થાનિક સ્વરાજની ચૂંટણી બેલેટ પેપરથી કરાવવાની માગણી સાથે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેના પર સુનાવણી હાથ ધરાતા હાઇકોર્ટે રાજ્ય ચૂંટણી પંચને નોટિસ ફટકારીને સોગંદનામુ રજૂ કરવા આદેશ કર્યો. જ્યારે આ સમગ્ર મામલાની વધુ સુનાવણી આગામી 10મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે.

 

 

 

 

જોકે RTI હેઠળ મળેલી માહિતી મુજબ રાજ્ય ચૂંટણી પંચ પાસે પૂરતી માત્રામાં VVPAT ન હોવાનો અરજદારના વકીલે દાવો કર્યો. જેના પગલે મતદારે કોને મત આપ્યો તેની ખરાઇ નથી થઇ શકતી. ત્યારે VVPAT હોય તો મતદાર પોતાના મતની ખરાઇ કરી શકે તેવી રજૂઆત અરજદારે કોર્ટમાં કરી હતી. જોકે સરકારી વકીલની દલીલ હતી કે લોકસભા અને વિધાનસભામાં જ VVPATનો ઉપયોગ કરાય છે. જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અગાઉ ક્યારેય VVPAT નથી વપરાયું. સાથે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 22 હજાર ઉમેદવારો હોવાથી VVPATનો ઉપયોગ શક્ય ન હોવાની રજૂઆત પણ કોર્ટમાં કરાઇ. ત્યારે આગામી સુનાવણીમાં કોર્ટ આ મુદ્દે શું ચુકાદો આપે છે તેના પર સૌની નજર મંડાઇ છે.

Next Video