Gujarat Panchayat, Nagar Palika Election 2021: ગુજરાતમાં આજે પંચાયત-પાલિકાની ચૂંટણી, 2 કરોડ 52 લાખથી વધુ મતદારો ભોગવશે મતાધિકાર

|

Feb 28, 2021 | 7:05 AM

Gujarat Panchayat, Nagar Palika Polls Voting Today: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે કે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની આજે ચૂંટણી યોજાશે. કુલ 2 કરોડ 52 લાખથી વધુ મતદારો તેમનો મતાધિકાર ભોગવશે

Gujarat Panchayat, Nagar Palika Election 2021: ગુજરાતમાં આજે પંચાયત-પાલિકાની ચૂંટણી, 2 કરોડ 52 લાખથી વધુ મતદારો ભોગવશે મતાધિકાર

Follow us on

Gujarat Panchayat, Nagar Palika Polls Voting Today: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે કે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની આજે ચૂંટણી યોજાશે. 31 જિલ્લા પંચાયતોની 955 બેઠકો માટે 30 હજાર 114 મતદાન મથકો ઉભા કરાયા છે. જેમા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે 2 કરોડ 46 લાખ 52 હજાર 871 મતદારો તેમનો મતાધિકાર ભોગવવા માટે મતદાન કરશે. 231 તાલુકા પંચાયત અને તાલુકા પંચાયતની 3 બેઠકો પર પેટા ચૂંટણી પણ હાથ ધરાશે. તાલુકા પંચાયતની 4657 બેઠકો માટે 30,884 મતદાન મથકો ઉભા કરાયા છે. તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં 2 કરોડ 52 લાખ 49 હજાર 644 મતદારો  નોંધાયા છે.  રાજ્યમાં 81 નગર પાલિકાઓ અને અન્ય નગરપાલિકાની 15 બેઠકો માટે પેટા ચૂંટણી થશે. નગરપાલિકાની 2649 બેઠકો માટે કુલ 4901 મતદાન મથકો ઉભા કરાયા છે. કુલ 48 લાખ 79 હજાર 762 મતદારો કરશે મતદાન. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે કુલ 797 ચૂંટણી અધિકારીઓ ફરજ બજાવશે. 1020 મદદનીશ ચૂંટણી અધિકારીઓ ફરજ પર રહેશે. જ્યારે કુલ 4 લાખ 12 હજાર 830 પોલિંગ સ્ટાફ ચૂંટણી કામગીરીમાં જોડાશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં 1 લાખ 28 હજાર 744 પોલીસ જવાનો સુરક્ષામાં જોડાશે

 

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

 

Next Article