Gujarat Nagar Palika Elections 2021 : ભાજપે 81 માંથી 75 નગરપાલિકામાં લહેરાવ્યો કેસરિયો, કોંગ્રેસે ગુમાવ્યો જનાધાર

|

Mar 02, 2021 | 8:46 PM

Gujarat Nagar Palika Elections 2021 : 81 નગરપાલિકામાં 75 નગરપાલિકામાં ભાજપ, 04માં કોંગ્રેસ અને અન્ય પક્ષના ફાળે 02 નગરપાલિકા આવી છે.

Gujarat Nagar Palika Elections 2021 : ભાજપે 81 માંથી 75 નગરપાલિકામાં લહેરાવ્યો કેસરિયો, કોંગ્રેસે ગુમાવ્યો જનાધાર

Follow us on

Gujarat Nagar Palika Elections 2021 : ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતો તથા 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી ઉપરાંત 81 નગરપાલિકાઓની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ ગયું  છે. આજે જાહેર થયેલા પરિણામમાં ભાજપનું શાનદાર પ્રદર્શન રહ્યું, જયારે કોંગ્રેસની કારમી હાર થઇ છે. આ સિવાય આ વખતે પ્રથમ વાર ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જંપલાવનારી આમ આદમી પાર્ટી અને ઓવૈસીની પાર્ટી AIMIMએ પણ સારુ પ્રદર્શન કર્યું છે. જ્યારે કોંગ્રેસનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે.

75 નગરપાલિકામાં ભાજપનો કબજો 
આ વખતે રાજ્યમાં કુલ 81 નગરપાલિકામાં ચૂંટણી યોજાઈ હતી. 81માંથી 75 નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે, જયારે કોંગ્રેસને માત્ર 4 નગરપાલિકામાં જ જીત મળી છે, જયારે 2 નગરપાલિકા પર અન્ય પક્ષનું શાસન આવ્યું છે.

2015માં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીના પરિણામ
વર્ષ 2015માં યોજાયેલી 56 નગર પાલિકામાં ભાજપે 40 જીતી હતી જયારે કોંગ્રેસને ફાળે 9 નગરપાલિકા ગઇ હતી. જો કે વર્ષ 2010માં કોંગ્રેસે 10 નગરપાલિકામાં વિજય મેળવ્યો હતો. જો કે આ બધામાં મહત્વનું એ હતું કે પાટીદાર આંદોલન નેતા હાર્દિક પટેલના હોમ ટાઉન વિરમગામ નગરપાલિકામાં ભાજપે જીત મેળવી હતી.

Next Article