ગુજરાતમાં લવ જેહાદ કાયદો લાગુ કરો, ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ વહેલીતકે કાયદો બનાવવા કરી માગ

ઉત્તર પ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ લવ જેહાદ રોકવા કાયદો બનાવવાની માગ ઉઠી છે. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા બાદ હવે ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ મેદાનમાં આવ્યા છે. મનસુખ વસાવાએ માગ કરી છેકે ગુજરાતમાં પણ લવ જેહાદને રોકવા માટે કાયદો બનાવવો જોઈએ. મનસુખ વસાવાએ કહ્યું હતું હતું કે લવ જેહાદ ભારતીય સંસ્કૃતિને તોડવાનું એક વિદેશી […]

ગુજરાતમાં લવ જેહાદ કાયદો લાગુ કરો, ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ વહેલીતકે કાયદો બનાવવા કરી માગ
| Updated on: Dec 02, 2020 | 10:48 PM

ઉત્તર પ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ લવ જેહાદ રોકવા કાયદો બનાવવાની માગ ઉઠી છે. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા બાદ હવે ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ મેદાનમાં આવ્યા છે. મનસુખ વસાવાએ માગ કરી છેકે ગુજરાતમાં પણ લવ જેહાદને રોકવા માટે કાયદો બનાવવો જોઈએ. મનસુખ વસાવાએ કહ્યું હતું હતું કે લવ જેહાદ ભારતીય સંસ્કૃતિને તોડવાનું એક વિદેશી ષડયંત્ર છે. તેમણે એવું પણ કહ્યું હતું કે હિન્દુ યુવતીઓને કેવી રીતે ફસાવવી તેને લઈને મુસ્લિમ યુવકોને તાલીમ પણ આપવામાં આવે છે. વસાવાએ કહ્યું હતું કે લવજેહાદના નામે હિન્દુ યુવતીઓનું જીવન બરબાદ કરી દેવામાં આવે છે અને આ રોકવા માટે વહેલીતકે કાયદો બને તેવી મનસુખ વસાવાએ માગ કરી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો