ભાજપ અધ્યક્ષ દ્વારા રેમડેસિવિર ઇન્જેકશનના વિતરણ મામલે થયેલી PILનો કેસ, હાઇકોર્ટે સી.આર.પાટીલ અને MLA હર્ષ સંઘવીને ફટકારી નોટીસ

|

Apr 20, 2021 | 5:14 PM

સી.આર.પાટીલ દ્વારા સુરતમાં 5 હજાર રેમડેસિવિર ઇન્જેકશનના કરવામાં આવેલા વિતરણ મામલે હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીની આજે સુનાવણી હાથ ધરાઇ.

રેમડેસિવિર ઇન્જેકશન ક્યાંથી લાવ્યા. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને આ સવાલ પુછ્યો છે ગુજરાત હાઇકોર્ટે. સી.આર.પાટીલ દ્વારા સુરતમાં 5 હજાર રેમડેસિવિર ઇન્જેકશનના કરવામાં આવેલા વિતરણ મામલે હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીની આજે સુનાવણી હાથ ધરાઇ. હાઇકોર્ટે સી.આર.પાટીલ તથા સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવીને નોટીસ ફટકારીને બે સપ્તાહ એટલે કે 5મી મે સુધીમાં પોતાનો જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.

સાથે હાઇકોર્ટે રાજ્યના મુખ્ય સવિચ, આરોગ્ય સચિવને પણ નોટીસ ફટકારીને જવાબ માગ્યો છે. મહત્વપૂર્ણ છે કે, એક તરફ રાજ્યમાં નાગરિકો ઇન્જેકશન માટે લાઇનો લગાવી રહ્યા હતા, ત્યારે પાટીલ પાસે 5 હજાર ઇન્જેકશન આવતા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે પાટીલના જવાબ પર સૌની નજર મંડાઇ છે.

 

આ પણ વાંચો: Ahmedabad: નવી શરૂ થનારી કોવિડ હોસ્પિટલ માટે ભરતી પ્રક્રિયા શરૂ, 3થી 6 માસ માટે કરાર આધારિત નર્સિંગ સ્ટાફ અને મેડિકલ સ્ટાફની ભરતી

Next Video